- વરસાદના પગલે બિકાનેરમાં ઈમારત ધરાશાયી
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ઈજાગ્રસ્ત અને મોતને ભેટેલા લોકો ઈમારતમાં કામ કરતા મજૂરો હતા
બિકાનેર (રાજસ્થાન): રવિવારે સાંજે હળવા વરસાદના પગલે બિકાનેરના ઉપનગર ગંગાશહરમાં બની રહેલી ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના સામે આવતા ત્યાં, હાજર લોકો દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાદ, હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ 3 ઇજાગ્રસ્તો મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ઈજાગ્રસ્ત થયા તે નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા મજૂર હતા.
આ પણ વાંચો: જમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ
કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને ઉર્જા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટનાની જાણ થતા પોલીસ, પ્રશાસનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અર્જુન મેઘવાલ અને ઉર્જા પ્રધાન બી.ડી. કલ્લાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, તેમણે હોસ્પિટલના વહીવટી અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી વ્યવસ્થા પૂરી પાડવા સૂચના આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ઈમારત જોતજોતામાં થઈ જમીનદોસ્ત