કિવઃ ભારતીય દૂતાવાસ(Indian Embassy) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં(Indian Embassy issues advisory) કહેવામાં આવ્યું છે કે, મુસાફરી માટે ગોઠવાયેલા અને સમયસર પ્રસ્થાન માટે કોમર્શિયલ અને ચાર્ટર ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. એડવાઈઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા જવા માટે સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
18,000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે
મળતી માહિતી મુજબ લગભગ 18,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી મોટા ભાગના એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ ત્યાં મેડિકલના અભ્યાસ માટે ગયા છે. આ લોકોએ સરકારને મદદની અપીલ કરી છે. એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
વતન લાવવા માટે પ્રયાસો ચાલુ
એવો અંદાજ છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર 1,50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. યુક્રેનની સૈન્યએ જણાવ્યું હતું કે શનિવારે ડોનેટ્સક પ્રદેશના સરકાર હસ્તકના ભાગોમાં ગોળીબારમાં એક સૈનિકનું મૃત્યુ થયું હતું અને અલગાવવાદી દળોએ બદલો લેવાના પ્રયાસમાં રહેણાંક વિસ્તારોમાં તોપખાના લગાવવામાં આવી રહ્યા છે. અલગાવવાદી સત્તાવાળાઓએ શુક્રવારે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને રશિયા મોકલવાની જાહેરાત કરી હતી.