તિરુવનંતપુરમ(કેરળ): યુકેમાં સ્થિત એક મલયાલી ( UK based Kerala engineer) મિકેનિકલ એન્જિનિયરે કોવિડ-પ્રેરિત લોકડાઉનનો ઉપયોગ એરક્રાફ્ટ (indigenous aircraft) બનાવવા માટે કર્યો હતો, તે એરક્રાફ્ટનો ઉપયોગ તેના પરિવાર સાથે વિવિધ દેશોમાં મુસાફરી કરવા માટે કરે છે.
આ પણ વાંચો: બેકાબૂ કાર પૂલ પરથી નદીમાં પડી ને પછી...
પાઈલટનું લાઇસન્સ મેળવ્યું: અશોક થામરક્ષન (Ashok Thamarakshan) કેરળના અલપ્પુઝા જિલ્લાના મિકેનિકલ એન્જિનિયર છે. તેણે અગાઉ બ્રિટિશ નાગરિક ઉડ્ડયન કંપની પાસેથી પાઈલટનું લાઇસન્સ મેળવ્યું હતું. અશોકે કહ્યું, "એરક્રાફ્ટ બનાવવાનો વિચાર મને લોકડાઉન દરમિયાન આવ્યો હતો.
કામચલાઉ વર્કશોપ: મેં લંડનમાં મારા ઘરે એક કામચલાઉ વર્કશોપ બનાવ્યો હતો. મેં મે 2019 માં એરક્રાફ્ટ પર કામ શરૂ કર્યું હતું અને 21 નવેમ્બર, 2021 ના રોજ પૂર્ણ કર્યું હતું.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટેનો નિર્ણય: પિતાના મૃત્યુ પછી બાળકના નામને લઈને માતાને આપ્યો આ અધિકાર
ત્રણ મહિનાની ટેસ્ટ ફ્લાઇટ: તેમણે કહ્યું કે, "લાયસન્સ માટે, ત્રણ મહિનાની ટેસ્ટ ફ્લાઇટ હતી. પહેલી ફ્લાઇટ 7 ફેબ્રુઆરી, 2022ના રોજ લંડનમાં હતી. તે 20 મિનિટની હતી. જર્મની, ફ્રાન્સ અને ઇટાલીની અમારી ફેમિલી ટૂર 6 મેના રોજ શરૂ થઈ હતી.
જાતે જ પ્લેન બનાવવાનું વિચાર્યું: ટ્રાફિક જામના કારણે અશોકે જાતે જ પ્લેન બનાવવાનું વિચાર્યું. હવે, એરક્રાફ્ટ સાથે, તે કોઈપણ ટ્રાફિક અવરોધ વિના એક કલાકમાં 250 કિમીની મુસાફરી કરી શકે છે. "હું હંમેશા મારા પરિવારને પ્લેન ટ્રિપ પર લઈ જવા માંગતો હતો. પ્લેન ભાડે આપવું એ ખૂબ જ મોંઘો વિકલ્પ હતો. મેં મોટે ભાગે લોકડાઉન દરમિયાન પ્લેન બનાવ્યું હતું. અમે 4 દેશોમાં ઉડાન ભરી હતી અને પ્લેન દેશભરમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે," થમરાક્ષને કહ્યું .
એરક્રાફ્ટનું નામ: તેમણે જે ચાર સીટર પ્લેન પર વિવિધ દેશોમાં ઉડાન ભરી હતી. તે 1,40,000 યુરોના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. તેણે તેના એરક્રાફ્ટનું નામ "G-DIYA" રાખ્યું, જ્યાં G લંડનની ફ્લાઈટ્સનું પ્રતીક છે અને 'DIYA' તેની નાની પુત્રીનું નામ છે.
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં કામ: તેમની પત્ની અભિલાષા ઈન્દોરની વતની છે અને લંડનમાં ઈન્સ્યોરન્સ સેક્ટરમાં કામ કરે છે. પરિવાર 30 જુલાઈના રોજ લંડન પરત ફરશે. અશોક થામરક્ષણ યુકેના એસેક્સના બિલરિકેમાં રહે છે. અશોક, 38, મિકેનિકલ એન્જિનિયર, ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રોફેસર એવી થામરક્ષન અને ડૉ. સુહૃત એ લથાના પુત્ર છે.