ફિરોઝાબાદઃ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક માનસિક અસ્થિર યુવાન પર બે પક્ષો પોતાનો દાવો કરી રહ્યા (Two Family claimants on youth) છે. જેમાં એક બાજુ મુસ્લિમ પરિવાર છે તો, બીજી બાજુ હિન્દુ પરિવાર, આગ્રાના મુસ્લિમ પક્ષના વડીલો આ યુવકને પોતાનો પુત્ર કહી રહ્યા છે, જ્યારે ફિરોઝાબાદના એક વ્યક્તિનો દાવો છે કે, તે તેનો ભાઈ છે, જે ઘણા વર્ષો પહેલા ગુમ થઈ ગયો હતો. આ મામલે ગુરુવારે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. પરંતુ, કોઈ પરિણામ આવ્યું ન હતું. કોર્ટના આદેશથી માનસિક અસ્થિર યુવકને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. યુવકની વાસ્તવિક ઓળખ માટે DNA કરાવવા માટે પણ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. mentally disabled man Appeal DNA test
કોઈનો ભાઈ તો કોઈનો દિકરો : 7 દિવસ પહેલા આગ્રા ભગવાન ટોકીઝની સામે રખડતા શેખનપુરના એક માનસિક વિકલાંગ યુવકને ફરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કેટલાક લોકો તેનો ભાઈ સમજીને ફરિહા લાવ્યા હતા. યુવકને શોધતા શોધતા સામેનો પક્ષ પણ ફરિહા પહોંચી ગયો હતો, જોકે આ પરિવાર યુવકને પોતાનો પુત્ર કહી રહ્યો છે. આ યુવકના બે દાવેદારો હોવાથી, મામલો સૌથી પહેલા ફરિહા પોલીસ સુધી પહોંચ્યો હતો, આ બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચો : 10 લાખમાંથી 1 કિસ્સો: શરીરની બહાર હ્રદય સાથે સ્વસ્થ બાળકનો જન્મ
કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલો : હાલમાં, મેજિસ્ટ્રેટે માનસિક વિકલાંગ વ્યક્તિને તબીબી સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. માનસિક વિકલાંગ વ્યક્તિનો DNA ટેસ્ટ કરાવવામાં આવે તે માટે એડવોકેટ નગીન ખાને કોર્ટને અપીલ કરી હતી. ફરિહા વિસ્તારના શેખનપુર ગામમાં રહેતા સૂરજપાલનો 36 વર્ષીય ભાઈ હરપાલ માનસિક રીતે નબળો હતો, જે લગભગ 12 વર્ષ પહેલા ગુમ થયો હતો. તે સમયે હરપાલની ઉંમર લગભગ 24 વર્ષની હતી.
હિન્દુ પરિવારનો દાવો : યુવકના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શેખનપુર ગામનો રહેવાસી સૂરજપાલ કહે છે કે, તે જે યુવકને પોતાની સાથે લઈને આવ્યો છે તે હરપાલનો ભાઈ છે. તે 12 વર્ષ પહેલા ગુમ થયો હતો, તેના પણ લગ્ન થયા હતા. લગભગ 15 દિવસ પહેલા હરપાલનો ભત્રીજો શિવકુમાર આગ્રા ભગવાન ટોકીઝ પાસે ફરતો જોવા મળ્યો હતો. શિવકુમારને માહિતી આપ્યા બાદ અમે ત્યાં પહોંચ્યા અને હરપાલને ગામમાં લઈ આવ્યા હતા. બીજી તરફ આગ્રાના તિસફુટાના રહેવાસી મુન્ને ખાન પણ યુવકની શોધમાં રવિવારે ફરિહા વિસ્તારના શેખાનપુર ગામ પહોંચ્યા હતા.
મુસ્લિમ પરિવારનો દાવો : મુન્ને ખાને કહ્યું કે, યુવક તેનો પુત્ર યુનિસ છે. મુન્ને ખાને યુવકને પોતાનો દાવેદાર સાબિત કરવા માટે કોર્ટનો આશરો લીધો છે. હાલ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો છે. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, આગામી આદેશ સુધી આ યુવકને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. મુન્ને ખાને કોર્ટમાં દાવો કર્યો છે કે, તે પરિણીત છે. આ સાથે કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે. લગ્નની રસીદથી લઈને કોર્ટમાં અનેક તસવીરો પણ રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હવે આ જ બાકી : બાઈકસવાર ઇસમ કાર મેળામાંથી કચરાની ડોલ ચોરી ગયો, ઘટના CCTVમાં કેદ
DNA ટેસ્ટ કરવા માંગ : મુન્ને ખાનના વકીલ અબ્દુલ નાગીન ખાને આ મામલામાં કોર્ટને જણાવ્યું કે, તેનો યુનિસ પરિણીત છે. પત્નીના ગયા બાદ તે માનસિક રીતે પરેશાન થવા લાગ્યો હતો. હાલમાં કોર્ટે માનસિક વિકલાંગ વ્યક્તિને તબીબી સારવાર માટે મોકલી આપ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. એડવોકેટ નગીન ખાને કહ્યું છે કે, અમે કોર્ટને અપીલ કરી રહ્યા છીએ કે, તેનો DNA ટેસ્ટ કરાવવામાં આવે જેથી સત્ય અને અસત્યની ઓળખ થઈ શકે.