ETV Bharat / bharat

રાજસ્થાનના બિકાનેરમાં પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા ટ્રેક પરથી ખડી ગયા, આ રૂટ થયા પ્રભાવિત - Kota Superfast Train

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં લાલગઢ રેલવે સ્ટેશન પર વોશિંગ લાઇન પરથી પરત ફરતી વખતે જેસલમેર-લાલગઢ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ટ્રેન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ કેટલીક ટ્રેનના રૂટ પ્રભાવિત થયા છે.

પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા ટ્રેક પરથી ખડી ગયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 7:00 PM IST

રાજસ્થાન : બિકાનેર જિલ્લામાં લાલગઢ રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે એક ખાલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જવાના સમાચાર મળતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે માહિતી મળતા રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાતભર કામ ચાલ્યા બાદ પાટા પરથી ઉતરી ગયેલા ટ્રેનના ડબ્બાને સવારે ફરીથી ઊભા કરવામાં આવ્યા હતા. રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ આઠ કલાક સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

શું હતી ઘટના ? ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર જેસલમેરથી બિકાનેર પહોંચેલી ટ્રેન નંબર 14703 લાલગઢ સ્ટેશન પહોંચ્યા બાદ વોશિંગ લાઇન પર ગઈ હતી. વોશિંગ લાઇન પરથી પરત ફરતી વખતે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગે માહિતી મળ્યા બાદ ડિવિઝનલ રેલવે મેનેજર આશિષ કુમાર, એડીઆરએમ રૂપેશ કુમાર અને વરિષ્ઠ ડીસીએમ મહેશ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તરત જ કામ શરૂ કરી દીધું હતું. જોકે દુર્ઘટના સમયે ટ્રેનમાં કોઈ મુસાફર નહોતા. જોકે આ અકસ્માતને કારણે અન્ય ઘણી ટ્રેન મોડી પડી હતી.

આ ટ્રેનોને અસર થઈ : આ અકસ્માતના કારણે કોટા સુપરફાસ્ટ ટ્રેન લાલગઢ રેલવે સ્ટેશન પર લગભગ બે કલાક મોડી પહોંચી હતી. બિકાનેરથી જયપુર અને કોટા જતા મુસાફરોને લગભગ બે કલાક રાહ જોવી પડી હતી. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 04702 લાલગઢ-અબોહર 1 ડિસેમ્બરના રોજ રદ રહેશે. ઉપરાંત ટ્રેન નંબર 14722 અબોહર-જોધપુર ટ્રેન 1 ડિસેમ્બરના રોજ અબોહરને બદલે લાલગઢથી ચાલશે, એટલે કે આ ટ્રેન સેવા અબોહર અને લાલગઢ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 14704 લાલગઢ-જેસલમેર 1 ડિસેમ્બરના રોજ તેના નિર્ધારિત સમય 07:40 ના બદલે 10:30 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 12467 જેસલમેર - જયપુર ટ્રેન જેસલમેરથી ઉપડશે, જે નળ, લાલગઢ બાયપાસ, કાનાસર અને લાલગઢ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે.

  1. મતદાન અટકાવવા માઓવાદીઓએ બિછાવેલ લેન્ડમાઈન્સને ભદ્રાદ્રી પોલીસે નિષ્ક્રિય કરી
  2. જમ્મુ-કાશ્મીર : પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.