- તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા જાહેરાત
- અંજનાદ્રી પર્વતમાળાઓ બનશે ભગવાન હનુમાનનું મૂળ જન્મસ્થાન
- 21 એપ્રિલે રામનવમીના દિવસે કરાશે જાહેરાત
તિરૂપતિ: તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે અંજનાદ્રી પર્વતમાળાઓને જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 21 એપ્રિલે રામનવમીના દિવસે મંદિર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત થશે.
જગ્યા અંગેના ઐતિહાસિક પુરાવા મળી આવ્યા
આ અંગે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અંજનાદ્રી પર્વતમાળાઓને ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે જાહેર કરવાનો નિર્ણય ઐતિહાસિક અને ભૂસ્તરીય પુરાવા પરથી લેવામાં આવ્યો છે. આ પહેલા ઉગાદી પર્વ દરમિયાન આ પુરાવાઓ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સૌ કોઇ જાણે છે તેમ ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પ્રખર ભક્ત હતા. આથી રામનવમીના દિવસે આ જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પુરાવાઓની તપાસ માટે કમિટિની થઇ હતી નિમણૂક
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના EO જવાહર રેડ્ડી દ્વારા ડિસેમ્બર 2020માં આ અંગે કમિટિ બેસાડવામાં આવી હતી જેમાં અંજનાદ્રી પર્વતમાળાઓના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મંડીમાં બ્યાસ નદીના કાંઠે મળી આવ્યું વર્ષો જૂનું શિવલિંગ