અમદાવાદ: એક સમયે લાલ કિલ્લો અને હવે ભગવો કિલ્લો ગણાતા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીનું મતદાનયોજાઈ રહ્યું છે. રાજ્યમાં આશરે 28 લાખ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે. આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની બ્રિગેડ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ભારતીય જનતા પાર્ટી 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના ગંઠબંધન વાળી પાર્ટી આઈપીએફટીએ 6 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
-
#WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r
— ANI (@ANI) February 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r
— ANI (@ANI) February 16, 2023#WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r
— ANI (@ANI) February 16, 2023
સીએમ સાહાએ અગરતલામાં મતદાન કર્યું: ત્રિપુરાના સીએમ માણિક સાહાએ અગરતલામાં મતદાન કર્યું છે. પોતાનો મત આપતા પહેલા તેમણે કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે.સીએમ માણિક સાહા ટાઉન બારડોલીથી ભાજપના ઉમેદવાર છે.
-
UPDATE | #TripuraAssemblyElections2023 | 13.23% voter turnout recorded till 9 am pic.twitter.com/fbttQHTc2H
— ANI (@ANI) February 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">UPDATE | #TripuraAssemblyElections2023 | 13.23% voter turnout recorded till 9 am pic.twitter.com/fbttQHTc2H
— ANI (@ANI) February 16, 2023UPDATE | #TripuraAssemblyElections2023 | 13.23% voter turnout recorded till 9 am pic.twitter.com/fbttQHTc2H
— ANI (@ANI) February 16, 2023
28 લાખ મતદારો: સત્તાવાર રેકોર્ડ મુજબ 28 લાખથી વધુ લોકો મતદાન કરશે. જેમાંથી લગભગ અડધા મહિલાઓ છે. સમગ્ર રાજ્યમાં 3,337 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 97 મતદાન મથકોનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, 44નું સંચાલન PwD (પર્સન વિથ ડિસેબિલિટી) દ્વારા કરવામાં આવે છે અને 88ને મોડેલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ભૂપ્રદેશ: ત્રિપુરા પશ્ચિમ બંગાળ સાથે ભૌગોલિક અને ભાષાકીય રીતે નિકટતા ધરાવે છે એટલું જ નહીં રાજકીય વસ્તી વિષયક પણ તેના પડોશી રાજ્ય સાથે સમાનતા ધરાવે છે. તે આસામ અને મિઝોરમ સાથે પણ સરહદ ધરાવે છે. 10,491.69 ચોરસ કિમી વિસ્તાર ધરાવતું ત્રિપુરા ત્રણ દિશાઓથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. પશ્ચિમ બંગાળ (લગભગ 2200 ચોરસ કિમી) પછી, આ ઉત્તર-પૂર્વીય રાજ્ય પડોશી બાંગ્લાદેશ સાથે સૌથી મોટી સરહદ (856 ચોરસ કિમી) વહેંચે છે.
સુરક્ષા: ચૂંટણી પંચ (EC) એ મુક્ત અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે. કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ બૂથ-સંવેદનશીલ અથવા અન્યથા-અર્ધલશ્કરી દળો દ્વારા સંચાલિત કરવામાં આવશે. મતદાન મથકમાં રાજ્ય પોલીસની તૈનાત કતારો જાળવવા માટે મર્યાદિત રહેશે. EC પહેલાથી જ બાંગ્લાદેશ, આસામ અને મિઝોરમ સાથેની રાજ્યની સરહદ સીલ કરી ચૂકી છે. મેઘાલય અને નાગાલેન્ડની સાથે 2 માર્ચે મતગણતરી થશે અને પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો Aam Admi Party: થોડો પ્રેમ પણ કરી લો, માત્ર નફરત ફેલાવવાથી ભાજપને કંઈ નથી મળવાનું
ચૂંટણી જંગ: કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ ના રાજ્ય સચિવ જીતેન્દ્ર ચૌધરી સબરૂમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ચહેરો છે. ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીપીઆઈ(એમ) 47 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.
આ પણ વાંચો Aniruddha Deshpande : શરદ પવારના નજીકના સહયોગી અનિરુદ્ધ દેશપાંડેની ઓફિસ પર આવકવેરાના દરોડા
સ્થાનિક પાર્ટી ટીપરા મોથા બની શકે છે કિંગ મેકર: આ સિવાય ટીપરા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 58 અપક્ષ અને વિવિધ નાના પક્ષોના 14 ઉમેદવારો પણ મેદાનમાં છે. CAPF ઉપરાંત, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને ત્રિપુરા પોલીસના જવાનોને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.