ETV Bharat / bharat

TMC leader targets Jaishankar: પૂર્વ PMના નિવેદન પર TMC સાંસદની ટિપ્પણી, શું જયશંકરને ભૂલવાની બીમારી છે?

author img

By

Published : Feb 22, 2023, 11:55 AM IST

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે વિદેશ મંત્રી જયશંકર પર તીખી ટિપ્પણી કરી છે. તેણે જયશંકર વિશે પૂછ્યું કે શું તેમને સ્મૃતિ ભ્રંશ છે? વિદેશ પ્રધાને એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન તેમના પિતા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો.

Trinamool MP calls PM Modi 'Asura' on Twitter, asks if Jaishankar has "amnesia"

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન તેમના પિતા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ અમલદાર જવાહર સરકારે વડાપ્રધાન અને જયશંકરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

વિદેશ પ્રધાન પર આકરા સવાલ: વિદેશ પ્રધાન ડો. જયશંકરના આ નિવેદન મામલે ટીએમસીના સાંસદ જવાહર સરકારે ટ્વીટ કરીને તેમના પર સવાલો ઉભા કર્યા હતા. તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એસ. જયશંકરના પિતા દ્વારા ગુજરાત દંગા અંગે આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે 'કે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે ગુજરાતમાં ધર્મની હત્યા થઈ છે. જે લોકો નિર્દોષ લોકોનું રક્ષણ કરી શક્યા નથી તેઓ દોષી છે. ભગવાન રામ તેમના ધનુષ અને બાણનો ઉપયોગ ગુજરાતના અસુર શાસકો સામે કરશે. આ ઉપરાંતજવાહર સરકારે લખ્યું હતું કે 'દીકરાને શરમ આવવી જોઈએ જે અસુરોની સેવા કરે છે'.

વિદેશ પ્રધાનને ભૂલવાની બીમારી?: વિદેશ પ્રધાને એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ભાજપમાં જોડાવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે તેઓ દેશના ભલા માટે યોગ્ય સમયે યોગ્ય પક્ષમાં જોડાયા હતા. તેમના નિવેદન પર પ્રહાર કરતાં જવાહર સરકારે પૂછ્યું કે શું જયશંકરને ભૂલવાની બીમારી છે?

આ પણ વાંચો Maharashtra Political Crisis: ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ જૂથની અરજી પર 'સુપ્રિમ' સુનાવણી

વિદેશ પ્રધાનનો મોટો આરોપ: વિદેશ મંત્રીએ ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમના પિતા ડૉ કે સુબ્રમણ્યમને 1980માં ભૂતપૂર્વ PM ઈન્દિરા ગાંધીએ સંરક્ષણ ઉત્પાદન સચિવ પદ પરથી હટાવી દીધા હતા અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન એક જુનિયરને કેબિનેટમાં સાઇડલાઈન કરીને સચિવના પદ પર મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Rahul Gandhi Defemation Case : પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે હાઇકોર્ટમાં કરેલી અરજી ખેંચી પાછી

જવાહર સરકારે એમ પણ કહ્યું કે જયશંકરે કોંગ્રેસના કાર્યકાળમાં તેમની તરફ ઈમાનદારીથી કામ કર્યું અને સારી જગ્યાએ પોસ્ટિંગનો લાભ લીધો, પરંતુ હવે તેમને ગાંધી પરિવાર પ્રત્યે નારાજગી છે? જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ હતા અને તે પહેલા તેઓ ચીન અને યુએસ સહિત ઘણા મોટા દેશોમાં રાજદૂત હતા. કે સુબ્રમણ્યમને ભારતના અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાકારોમાંના એક ગણવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.