- હિંસામાં 394 પોલીસ જવાન ઘાયલ
- કેટલાક પોલીસ જવાન આઈસીયુમાં ભર્તી
- અત્યાર સુધીમાં 25થી વધુ ગુનાહિત કેસ નોંધાયા
નવી દિલ્હી: દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે સ્વરાજ ભારતના રાષ્ટ્રપતિ યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર અને ભારતીય કિસાન સંઘના હરિયાણા એકમના પ્રમુખ ગુરનામસિંહ ચઢૂ સહિત 37 ખેડૂત નેતાઓના નામ FIRમાં સામેલ છે.
ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો
ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ FIR નોંધવામાં આવી હતી. જેમાં સ્વરાજ ભારતના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર અને ભારતીય કિસાન સંઘના હરિયાણા એકમના પ્રમુખ ગુરનામસિંહ ચઢૂ સહિત 37 ખેડૂત નેતાઓના નામ FIRમાં સામેલ છે. આ સિવાય અવિક સાહા, જય કિસાન આંદોલન અને ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતની સાથે FIRમાં દર્શન પાલ સિંહ, સત્નામસિંહ પન્નુ, બુટાસિંહ બુર્જગિલ અને જોગીન્દર સિંહ ઉગરાહના નામ પણ સામેલ છે. તેની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં 147, 148, 120-બી અને 307 નો સમાવેશ થાય છે.
50 થી વધુ વિરોધીઓની અટકાયત
સત્તાવાર આંકડા મુજબ હિંસામાં 394 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી મોટાભાગના લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કેટલાક આઈસીયુમાં છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ ગુનાહિત કેસ નોંધ્યા છે તેમજ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત 50 થી વધુ વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી.