ETV Bharat / bharat

અમેરિકાના ટોચના રાજદ્વારી વેન્ડી શેરમન નવી દિલ્હી પહોંચ્યા

બુધવારે અમેરિકાના નાયબ વિદેશમંત્રી વેન્ડી શર્મન ભારત-અમેરિકાની સમીક્ષા કરવા માટે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાને મળશે. ભારત-યુએસ દ્વિપક્ષીય એજન્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસ મુલાકાતના પરિણામોની સમીક્ષા કરશે.

અમેરિકાના ટોચના રાજદ્વારી વેન્ડી શેરમન નવી દિલ્હી પહોંચ્યા
અમેરિકાના ટોચના રાજદ્વારી વેન્ડી શેરમન નવી દિલ્હી પહોંચ્યા
author img

By

Published : Oct 6, 2021, 12:20 PM IST

  • અમેરિકાના નાયબ વિદેશમંત્રી વેન્ડી શર્મન હર્ષવર્ધન શ્રિંગલાને મળશે
  • ભારત-યુ.એસ.ની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની દિશા મજબૂત
  • તાલિબાન, પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતી જતી ધરી ભારત માટે ખતરો

દિલ્હી: અમેરિકાના નાયબ વિદેશ મંત્રી વેન્ડી શેરમન મંગળવારે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા. બંને અધિકારીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ તાજેતરના રાજકીય વિકાસ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. તેમની બે દિવસની ભારત મુલાકાત વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય શિખર બેઠકના થોડા દિવસો બાદ આવી છે.

બુધવારે, શેરમન ભારત-યુએસની સમીક્ષા કરવા માટે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસએ મુલાકાતના દ્વિપક્ષીય એજન્ડા અને પરિણામો સમીક્ષા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ વિશે પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોની આપ-લે કરશે.

ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત

શેરમન અને શ્રિંગલા યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા આયોજિત ઈન્ડિયા-આઈડિયાઝ સમિટના ખાસ સત્રમાં પણ ભાગ લેશે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. ડેપ્યુટી સેક્રેટરી શેરમેનની મુલાકાત નિયમિત વાતચીત ચાલુ રાખવા અને ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા માટે ઉપયોગી તક હશેઃ એમઇએએ

શર્મન 7-8 ઓક્ટોબરે પાકિસ્તાના અધિકારીઓ સાથે મુલાકાત કરવા માટે ઈસ્લામાબાદ જશે

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વેન્ડી શેરમન અને ભારતના વિદેશ સચિવ 6 ઓક્ટોબરે યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત ઇન્ડિયા આઇડિયાઝ સમિટના ખાસ સત્રમાં ભાગ લેશે. વેન્ડી શેરમન વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળવાના છે.

શેરમેનની ભારત મુલાકાત મહત્વની છે કારણ કે, તાલિબાન, પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતી જતી ધરી ભારત માટે ખતરો સાબિત થઈ શકે છે. તદુપરાંત, ભારત અને અમેરિકા પણ આ વર્ષે નવેમ્બરમાં બિડેન વહીવટ હેઠળ તેમની પ્રથમ 2+2 સમિટ યોજવા માટે સુનિશ્ચિત થયેલ છે. તેમજ શર્મન 7-8 ઓક્ટોબરે પાકિસ્તાનમાં અધિકારીઓ સાથે મુલાકાત કરવા માટે ઈસ્લામાબાદ જશે.

આ પણ વાંચોઃ NCP પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ રેશમા પટેલે કરી ETV ભારત સાથે વાતચીત : આગામી દિવસોમાં ભાજપને હરાવવા માટે તમામ મોરચે રણનીતિ ઘડી

આ પણ વાંચોઃ પાકિસ્તાન સલામતીની વાત કરે, પીઅમે લાદેન જેવા આતંકવાદીઓને મહિમા આપે છે: રાઈટ ઓફ રિપ્લાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.