- ટોક્યો ઓલિમ્પિક તેના છેલ્લા સ્ટોપ પર
- રમત-ગમતના આ મહાકુંભનો આજે 15 મો દિવસ
- સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આજથી પોતાના અભિયાનની શરૂઆત
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક તેના છેલ્લા સ્ટોપ પર છે. રમત-ગમતના આ મહાકુંભનો આજે 15 મો દિવસ છે. આ દિવસ ભારત માટે મહત્વનો બનવા જઇ રહ્યો છે. ત્યારે સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આજથી પોતાના અભિયાનની શરૂઆત કરી છે. બજરંગ પુનિયાએ પુરુષોની 65 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં મોર્ટેઝા ચેકા ઘિયાસીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: Tokyo Olympics (Hockey): ભારત એક ગોલથી બ્રોન્ઝ ચૂકી ગયું, પણ લાખોના દિલ જીતી ગયા
બજરંગ પુનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી
બજરંગ પુનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી છે. ત્યારે બજરંગ પુનિયા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. બજરંગ પુનિયાને કિર્ગીસ્તાનના એર્નાજર અકમતાલીવ સામે કઠિન લડત મળી અને મેચ 3-3 થી બરાબરી પર રહી હતી પરંતુ બજરંગ પુનિયાએ બે પોઈન્ટનો દાવો કર્યો હતો અને તેથી જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.
બજરંગ પુનિયાને પહેલો પોઈન્ટ મળ્યો
બજરંગ પુનિયાને કિર્ગીસ્તાનના એર્નાજર અકમતાલીવ સામે પહેલો પોઈન્ટ મળ્યો હતો. જોકે પ્રથમ રાઉન્ડમાં બંને કુસ્તીબાજો એકબીજાને કોઈ તક આપી રહ્યા નથી. પહેલા રાઉન્ડ બાદ બજરંગ પુનિયા 3-1થી આગળ છે અને પ્રથમ રાઉન્ડ તેના નામે રહ્યો છે.
કુસ્તી: બજરંગ પુનિયાની લડાઈ શરૂ
ભારતના નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયાની મેચ શરૂ થઈ ગઈ છે. બજરંગ પુનિયાની સ્પર્ધા કિર્ગીસ્તાનના એર્નાજર અકમતાલીવ સાથે છે. બજરંગ પુનિયા પોતાના વિરોધી પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બે મિનિટ પસાર થઈ ગઈ છે અને હજુ સુધી કોઈને કોઈ પોઈન્ટ મળ્યા નથી.