પૂણે : પૂણે જિલ્લાના લોકો સોના-ચાંદીના ઘરેણા પહેરવાના ખુબજ શોખીન(Attachment to Gold silver in Pune) છે, તેમજ તેમના શોખ પુર્ણ કરવા માટે પણ અવનવી વસ્તુઓ બનાવરાવે છે. જીલ્લામાં એક સાપ પકડનાર વ્યક્તિએ સાપ પકડવા માટે ચાંદીની લાકડી બનાવરાવી(Use a silver stick to catch snakes) છે. શેરખાન શેખ પુણે જિલ્લાના શિકરાપુરમાં સર્પ-મિત્ર તરીકે ઓળખાય છે. જો તેમના ગામની નજીક ક્યાંય પણ સાપ જોવા મળે તો શેરખાન શેખ તરત જ તે સ્થળે દોડી જાય છે અને સાપને પકડીને પ્રકૃતિના સાનિધ્યમાં છોડી દે છે.
આ પણ વાંચો - જાણો શા માટે, મણિપુરની 10 વર્ષની છોકરી તેની નાની બહેનને ગોદમાં લઇને સાથે જાય છે સ્કુલમાં
45,000ની કિંમતની બનાવરાવી લાકડી - શેરખાને સાપ પકડવા માટે અડધા કિલોની સિલ્વર સેફ્ટી સ્ટીક બનાવરાવી છે. શેરખાને પોતાના શોખ માટે 460 ગ્રામની સ્ટીક બનાવરાવી છે અને તેની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. તે લાકડી પર તેનું પોતાનું નામ પણ કોતરાવ્યું છે, જે કદાચ ભારતમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. આ અનોખા શોખની હાલમાં તમામ સ્તરેથી પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો - પુષ્પા ભી ઝુકેગા : અભિનેતા અલ્લુ અર્જુને તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવું પડ્યું આટલા પૈસાનું ચલણ