નવી દિલ્હી: દિલ્હીમાં 54 વર્ષીય મહિલાની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર 2 જાન્યુઆરીએ ગુમ થયેલી મહિલાની કેટલાક લોકોએ હત્યા કરી નાખી હતી જેનો ખુલાસો હવે થયો છે. આરોપીઓએ હિન્દુ મહિલાની હત્યા કરી મૃતદેહને કબ્રસ્તાનમાં દાટી દીધો હતો. તેના બદલામાં આરોપીઓએ કબ્રસ્તાનના કેર-ટેકરને પૈસા આપ્યા હતા. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરવા સાથે કબ્રસ્તાનના રખેવાળની પણ અટકાયત કરી છે. કબ્રસ્તાનના કેર-ટેકરે તેના માટે 5000 રૂપિયા લીધા હતા. કેરટેકરની ઓળખ સૈયદ અલી તરીકે કરવામાં આવી છે. પુરાવાનો નાશ કરવા માટે, ત્રણેય આરોપીઓએ તેના મૃતદેહને નાંગલોઈના કબ્રસ્તાનમાં દફનાવ્યો હતો.
ચાર આરોપીઓની ધરપકડ: મળેલી માહિતી અનુસાર મૃતક મહિલાનું નામ મીના છે અને તે એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરતી હતી. આરોપીઓના નામ રેહાન, મોબીન ખાન અને નવીન છે. પોલીસે બુધવારે મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યો હતો. મીના 2 જાન્યુઆરીથી ગુમ હતી, જેની ફરિયાદ મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મૃતક મહિલાના સંબંધીઓએ જણાવ્યું કે મહિલા માઈક્રો ફાયનાન્સર હતી. તે પશ્ચિમ દિલ્હીમાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવાનો બિઝનેસ કરતી હતી. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે મીનાનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. આ પછી, તેને કંઈક અજુગતું હોવાની શંકા હતી. ત્યારબાદ 7 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ મુસ્લિમ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો Delhi Crime: બવાના હોટલમાં દંપતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસ તપાસમાં લાગી
અપહરણ બાદ કરાઈ હત્યા: મીના વાધવાન નામની આ મહિલા દિલ્હીના મંગોલપુરીમાં રહેતી હતી અને તે વ્યાજવટાવનો ધંધો કરતી હતી અને આરોપીઓ તેમની પાસેથી નાણા લીધા હતા તથા વધુ પૈસાની માંગણી કરતા મીનાએ તે આપવાનો ઈન્કાર કરતા તેનું અપહરણ કરીને લગભગ 10 દિવસ સુધી તેના પર અત્યાચાર કર્યો હતો. ત્યારબાદ દિલ્હીના એક કબ્રસ્તાનમાં તેને દફનાવી દીધી હતી જે માટે કબ્રસ્તાનના સંચાલકને રૂ.5 હજાર પણ આપવામાં આવ્યા હતા. જેની પણ ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ સુધી મીના વાધવાન નજરે ન ચડતા તેની તપાસ બાદ આરોપીઓ સુધી પગેરુ ગયુ હતું.
આ પણ વાંચો Limbdi Court Judgment : પુત્રની હત્યાના કેસમાં સાવકી માતા આજીવન ગણશે જેલના સળીયા
મોબિને હત્યાનો ખુલાસો કર્યો હતો: મીનાના પરિવારની શંકાના આધારે પોલીસે પહેલા મોબીનની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરતા જ મોબીન ભાંગી પડ્યો અને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો. મોબીનના ખુલાસા બાદ પોલીસે અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ હત્યા પાછળ પૈસાની લેતીદેતીનો વિવાદ હતો.