ETV Bharat / bharat

Threatening letter to Shankaracharya: તાલિબાનના નામે શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમને મળ્યો ધમકીભર્યો પત્ર - ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણ

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર કવિતાના રૂપમાં લખાયો છે. શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને ધમકી આપતા પત્ર (Threatening letter to Shankaracharya)ના અંતમાં એક તાલિબાન લખવામાં આવ્યું છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Threatening letter to Shankaracharya: તાલિબાનના નામે શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમને મળ્યો ધમકીભર્યો પત્ર

author img

By

Published : Jan 15, 2022, 6:29 PM IST

હરિદ્વાર: જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને એક અજીબ ધમકીભર્યો પત્ર (Threatening letter to Shankaracharya) મળ્યો છે. પત્રની ભાષા હિન્દી છે. પત્રમાં આપવામાં આવેલી ધમકી કવિતાના રૂપમાં લખવામાં આવી છે. પત્રના અંતમાં તાલિબાન લખવામાં આવ્યું છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ઉત્તરાખંડ પોલીસ સક્રિય થઈ ગઈ છે. હરિદ્વારમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે ધમકીભર્યા પત્રની તપાસ શરૂ કરવામાં આવી છે.

પત્ર કોણે અને શા માટે મોકલ્યો?

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ RSS અને BJP સાથે જોડાયેલા મોટા સંત (Saints associated with RSS and BJP)છે. તેમને ધમકીભર્યો પત્ર મળતાં હરિદ્વાર પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ધમકીભર્યા પત્રની દરેક પાસાઓથી તપાસ કરી રહી છે. આ પત્ર કોણે અને શા માટે મોકલ્યો તે પોલીસ તપાસનો વિષય છે. પત્ર મોકલનારે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમને જ ધમકી આપવા માટે કેમ પસંદ કર્યા?

તપાસ માટે પોલીસની એક ટીમ લાગી

હરિદ્વારના CO સિટી શેખર સુયલે જણાવ્યું કે, પત્ર પોસ્ટ મારફતે આવ્યો છે. આ કોઈની ટીખળ જેવું લાગે છે, પરંતુ પોલીસ હજુ પણ ધમકીભર્યા પત્રને હળવાશથી લઈ રહી નથી. પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો છે. આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે. એક ટીમ તપાસમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: Dharma Sansad 2021 : મહાત્મા ગાંધીને લઈને સ્ટેજ પરથી કરવામાં આવી ટિપ્પણી, સંતે કહ્યું- "આ સનાતમ ધર્મ હોય જ ના શકે"

અત્યારે હરિદ્વાર સંવેદનશીલ છે

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં હરિદ્વાર શહેર સંવેદનશીલ રહ્યું છે. 17, 18 અને 19 ડિસેમ્બરે હરિદ્વારમાં હિંદુ ધર્મ સંસદ (Haridwar dharm sansad)નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે, આ ધાર્મિક સંસદમાં ઘણા સંતોએ કથિત રીતે હેટ સ્પીચ (hate speech in dharm sansad) આપી હતી. ત્યારબાદ એક નેતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ બાદ કથિત હેટ સ્પીચના મામલામાં 5 સંતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી (વસીમ રિઝવી) (Case Against jitendra narayan singh tyagi), મહામંડલેશ્વર ધરમદાસ અને મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીના નામે કેસ નોંધ્યો હતો.

જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીની ધરપકડ

બાદમાં, પોલીસે વાયરલ વિડીયો ક્લિપના આધારે FIRમાં સાગર સિંધુ મહારાજ અને યતિ નરસિમ્હાનંદ ગિરીના નામ પણ ઉમેર્યા હતા. હરિદ્વાર દ્વેષપૂર્ણ ભાષણનો મામલો એટલો ગરમાયો કે, આમાં જિનેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી ઉર્ફે વસીમ રિઝવીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Haridwar Hate Speech : ધર્મ સંસદમાં વિવાદાસ્પદ ભાષણો વિરુદ્ધ PIL, CJI સુનાવણી માટે સંમત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.