- બિહારના ગોપાલગંજમાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોના મોત
- અનેક લોકોની હાલત ગંભીર, કેટલાક લોકોએ આંખ ગુમાવી
- પોલીસ આવે તે પહેલા કેટલાક પરિવારજનોએ ત્રણ મૃતકોના દેહ સંસ્કાર કરી નાખ્યા
ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ (Gopalganj) જિલ્લાના મોહમ્મદપુર વિસ્તારના કુશલહર અને મોહમ્મદપુર ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે 20 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. આમાંથી કેટલાક લોકોએ આંખની રોશની ગુમાવી છે. આમાંથી કેટલાક લોકોની હોસ્પિટલ અને મોતીહારીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, તંત્રએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
દોષીઓ સામે કાર્યવાહી કરવાની પ્રધાને આપી ખાતરી
જિલ્લા તંત્રએ બુધવારે સાંજ સુધી 5 મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જ્યારે ત્રણ મૃતદેહોનું તો પરિવારજનોએ પોલીસ પહોંચે તે પહેલા જ ડુમરિયા ઘાટ પર દેહસંસ્કાર કરી દીધું હતું. જ્યારે ત્રણ મૃતદેહોને ગોપાલગંજ સદર હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા. તો મૃતકોના પરિવારવાળાઓએ દારૂ પીવાથી મોત થયું હોવાની વાત કહી છે. જોકે, અત્યારે શંકાસ્પદ સ્થિતિમાં થયેલા મોત પછી ડીએમ ડો. નવલકિશોર ચૌધરી, એસપી આનંદ કુમારે પોતાના દળ બળની સાથે ગામમાં પહોંચીને મૃતકોના પરિવારજનોને મળીને ઘટનાની જાણકારી આપી હતી અને દોષીતો વિરૂદ્ધ કાર્યવાહીની પણ વાત કહી હતી. તો પ્રધાન જનક રામે 8 મૃતકોના ઘરે જઈને તેમને સાંત્વના આપી હતી અને કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ પણ વાંચો- જૂનાગઢ: ખેડૂત અને છૂટક વેપારીઓ ઝેરી કેમિકલનો કરી રહ્યાં છે શાકભાજી અને ફળોમાં ઉપયોગ
તંત્રએ અત્યારે 5 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે
પ્રાન્તમાં પૂર્ણ દારૂબંધી હોવા છતા ફરી એક વાર ઝેરી દારૂનો મામલો ગરમાયો છે. જ્યાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. તંત્રએ અત્યારે 5 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મુકેશ રામ, છોટેલાલ પ્રસાદ, છોટેલાલ સોની, સંતોષ શાહ અને રામબાબુ યાદ સામેલ છે.
આ પણ વાંચો- અલીગઢ ઝેરી દારૂ કાંડ: આખરે પકડાયો મુખ્ય આરોપી ઋષિ શર્મા, 1 લાખનું હતું ઈનામ
સારી સારવાર માટે 2 લોકોને ગોરખપુર રિફર કરાયા
મૃતક મુકેશ રામના ઘરથી પોલીસને તપાસ દરમિયાન દેશી દારૂ મળી છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં ચાર લોકોના મરવાની પુષ્ટિ કરી છે. આ દારૂ કાંડમાં અનેક લોકોની આંખોની રોશની પણ ગાયબ થઈ હોવાની વાત કહેવામાં આવી છે. દુર્ગા પ્રસાદ, ભોલા રામ, પપ્પુ સાહ, મનોરંજન સિંહની રોશની જતી રહી છે. આમાંથી 2 લોકોને ડોક્ટર્સે સારી સારવાર માટે ગોરખપુર રિફર કર્યા છે. જ્યારે 2 લોકોની સારવાર સદર હોસ્પિટલમાં ચાલી રહી છે.
દારૂનો ધંધો કરતા 4 લોકોની ધરપકડ
ડીએમના નિર્દેશ પર સદર એસડીઓ ઉપેન્દ્ર પાલ, એસડીપીઓ સંજીવ કુમાર સિંહની સાથે મોહમ્મદપુર, વૈકુંઠપુર અને સિધવલિયા પોલીસ સ્ટેશનની પોલીસ અને ઉત્પાદ વિભાગની ટીમે તપાસ અભિયાન ચલાવ્યું, જેમાં તુરહા ટોળાથી દારૂનો ધંધો કરતા છોટેલાલ શાહ, અશોક શર્મા, રામપ્રવેશ સાહ અને જિતેન્દ્રપ્રસાદ એમ 4 લોકોની ધરપકડ કરી છે. મૃતક મોહમ્મદપૂર પોલીસ સ્ટેશનના કુશહર, મોહમ્મદપુર, મંગોલપુર, બુચેયા અને છપરાના મસરખ પોલીસ સ્ટેશનના રસૌલી ગામના રહેવાસી છે, જે લોકોની મોત થઈ છે. તેમના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તુરહા ટોળીમાં દારૂ વેચાઈ રહ્યો હતો. મોહમ્મદપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામમાં થયેલી મોત પછી ગોપાલગંજ સદર હોસ્પિટલમાં 4 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ માટે સિવિલ સર્જન ડો. યોગેન્દ્ર મહતોએ મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. જેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમાં છોટેલાલ સોની, સંતોષ ગુપ્તા, રમેશ રામ તથા મુકેશ રામ સામેલ છે.
ધરપકડ કરાયેલા 4 લોકોના ઘર સીલ કરાયા
તો ડીએમ ડો. નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ગંભીર મામલો છે. 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થઈ શકશે કે, મોત કઈ રીતે થયું. પોલીસ ટીમ અને ઉત્પાદન વિભાગ દારૂના સ્થળ પર દરોડા પાડી રહી છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. તેમના મકાન પણ સીલ કરાયા છે.