ETV Bharat / bharat

Third Wave of Corona - 6થી 8 સપ્તાહ બાદ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા - AIIMS Director

AIIMS ડાયરેક્ટર (AIIMS chief) રણદિપ ગુલેરિયા (Randeep Guleria)એ શનિવારના રોજ દેશની જનતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં નહીં આવે તો 6થી 8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona ) દેશમાં આવે તેવી શક્યતા છે. આ સાથે AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા (Randeep Guleria)એ કોરોના સંક્રમણમાં વધારો થાય તો કડક દેખરેખ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા પર જોર આપવામાં આપ્યું છે.

Third Wave of Corona
Third Wave of Corona
author img

By

Published : Jun 19, 2021, 8:35 PM IST

  • 6થી 8 સપ્તાહ બાદ આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિશિષ્ટ લોકડાઉન લાગૂ કરવાની જરૂરિયાત
  • કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )માં બાળકો વધુ પ્રભાવિત થશે તેવા કોઇ પુરાવા નહીં

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (All India Institute of Medical Sciences)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારના રોજ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવામાં નહીં આવે અને વધુ ભીડ એકઠી થતી અટકાવવામાં નહીં આવે તો આગામી છથી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona ) આવી શકે છે. AIIMS ડાયરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ જણાવ્યું હતું કે, દેશની મોટી આબાદીને કોરોના રસી ન અપાય ત્યાં સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન સખત કરવું જરૂરી છે. કોરોના પોઝિટિવ કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાના કિસ્સામાં કડક નિયંત્રણ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિશિષ્ટ લોકડાઉન લાગૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

કોરોનાની ત્રીજી લહેર આવશે અને જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના

AIIMS ડાયરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )માં બાળકો વધુ પ્રભાવિત થશે. આ અગાઉ ભારતમાં રોગશાસ્ત્રીઓએ સંકેત આપ્યો હતો કે, કોરોનાની ત્રીજી લહેર આવશે અને જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના છે.

કોરોનાની બીજી લહેરની અસર ભારતમાં ખરાબ રીતે થઇ હતી

એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરની અસર ભારતમાં ખરાબ રીતે થઇ હતી. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવતા હતા અને વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયના અભાવે કટોકટી વધી હતી. જો કે, હવે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કોરોના સંક્રમણનો દર પણ છેલ્લા ઘણા દિવસોથી ઘટી રહ્યો છે. કોરોના સંક્રમણના રોજનાં કેસ જે વધીને ચાર લાખ થઈ ગયાં છે, તે હવે ઘટીને 60,000ની આસપાસ આવી ગયા છે.

કોરોના સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવાની જરૂરિયાત

AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ જણાવ્યું કે, જો કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે, તો કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona ) 6થી 8 અઠવાડિયામાં જ આવી શકે છે. જ્યાં સુધી 100 ટકા રસીકરણ ન થઇ જાય ત્યા સુધી આપણે કોરોના સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવાની જરૂરિયાત છે.

કોવિડ હોટસ્પોટ્સ વિસ્તારમાં લોકડાઉનનું સખત પાલન કરાવવાની જરૂર

કોરોના પોઝિટિવ કેસમાં વધારો થવાને કારણે કોવિડ હોટસ્પોટ્સ વિસ્તારમાં લોકડાઉનનું સખત પાલન કરાવવાની જરૂર છે. જ્યારે પણ કોઈ ચોક્કસ વિસ્તારમાં કેસમાં નોંધપાત્ર વધારો થાય અને કોરોના પોઝિટિવનો રેટ 5 ટકાથી વધુ હોય છે, તેવા વિસ્તારોમાં વિશેષ લોકડાઉન અને નિયંત્રણ અમલમાં મૂકવા જોઈએ. જો કે, કોરોના સંક્રમણને રોકવા આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાના લોકડાઉનએ સમાધાન હોઈ શકે નહીં, તેમ AIIMS Director રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ જણાવ્યું હતું.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 7,60,019 પર પહોંચી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 60,753 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 2,98,23,546 થઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 7,60,019 પર પહોંચી ગઈ છે, જે 74 દિવસમાં સૌથી નીચું છે.

રાષ્ટ્રીય રિકવરી રેટ 96.16 ટકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવાર સવારના 8 કલાક સુધીના આંકડાઓ મુજબ ગત 24 કલાક 1,647 લોકોના મોતને લીધે મૃત્યુઆંક વધીને 3,85,137 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કોરોના સંક્રમણના કુલ કેસોના 2.55 ટકા છે, જ્યારે કોરોના મુક્ત થયેલા લોકોનો રાષ્ટ્રીય દર એટલે કે રિકવરી રેટ 96.16 ટકા છે.

આ પણ વાંચો -

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક, વેક્સિન વગર કોરોના સામે લડવું મુશ્કેલ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.