ETV Bharat / bharat

તેલંગાણા ડીજીપીનું સસ્પેન્શન રદ, રેવંત રેડ્ડીને મળવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા - IPS officer Anjani Kumar

તેલંગાણાના IPS: આઇપીએસ અધિકારી અંજની કુમારને રાહત, ચૂંટણી પંચે સસ્પેન્શન રદ કર્યું

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 1:14 PM IST

Updated : Dec 12, 2023, 2:12 PM IST

હૈદરાબાદ : કેન્દ્રીય ચૂંટણી પંચ (EC) એ તેલંગાણાના IPS અધિકારી અંજની કુમાર પર લાદવામાં આવેલ સસ્પેન્શન હટાવી લીધું છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે અંજની કુમાર રાજ્યના ડીજીપી હતા. પરિણામો આવ્યા પછી, તેઓ રેવંત રેડ્ડીને તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો.

આ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા : અંજની કુમારને ચૂંટણી પંચે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. ચૂંટણી પંચને આ વાત જણાવતા તેમણે કહ્યું કે, તેમણે જાણી જોઈને ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. અંજની કુમારે કહ્યું કે રેવંત રેડ્ડીએ તેમને ચૂંટણી પરિણામોના દિવસે ફોન કર્યો હતો અને તેથી જ તેઓ તેમને મળ્યા હતા. તેમણે ચૂંટણી પંચને આશ્વાસન આપ્યું કે આવું ફરી નહીં થાય. તેમની અપીલ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે સસ્પેન્શન હટાવવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી પંચે આ અંગે રાજ્ય સરકારને જાણ કરી હતી.

અંજની કુમારનું સસ્પેન્શન રદ્દ કરાયું : મત ગણતરીના દિવસે (3 ડિસેમ્બર), તેલંગાણાના ડીજીપી અંજની કુમારને તેમના નિવાસસ્થાને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીને મળ્યાના થોડા કલાકો પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી. ચૂંટણી પંચે કોંગ્રેસના ચૂંટણી ઉમેદવાર અને સ્ટાર પ્રચારક રેવંત રેડ્ડીને મીડિયાની સામે ડીજીપીના કોલને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ પછી વરિષ્ઠ IPS અધિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના મહાનિર્દેશક રવિ ગુપ્તાને તાત્કાલિક અસરથી સંપૂર્ણ વધારાના ચાર્જ સાથે DGP નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નિયમોનું ઉલંઘણ કર્યું હતું : ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અને નિષ્પક્ષ અમલીકરણ પ્રવૃત્તિઓને સુરક્ષા આપવા માટે પોલીસનું નિષ્પક્ષ વર્તન મહત્વપૂર્ણ છે. કમિશને તેના આદેશમાં કહ્યું હતું કે ડીજીપી રાજ્ય પોલીસ દળના વડા છે અને તેમના વ્યક્તિગત નિષ્પક્ષ વર્તન દ્વારા ઉદાહરણ સ્થાપિત કરીને રાજ્યની સમગ્ર પોલીસ સેવાઓનું નેતૃત્વ કરવાની અપેક્ષા છે.

  1. તેલંગાણાના DGPએ કરી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત, વિજેતા બદલ પાઠવી શુભકામના
  2. ચૂંટણી પંચે તેલંગાણાના ડીજીપીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

Last Updated : Dec 12, 2023, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.