ETV Bharat / bharat

સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ. જાણો રાશિવાર ફળકથન - horoscope predictions

સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે જાણો આની અસર દરેક રાશી પર કેવી રહેશે. તેમજ તેનો ઉપાય શું છે તે પણ જાણો.

સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ
સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ
author img

By

Published : Apr 13, 2021, 7:00 AM IST

મેષઃ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે જ આપનો આત્મવિશ્વાસ વધશે. જોકે, તમે થોડા ગુસ્સાવાળા પણ થઇ શકો છો. તમારે અહંકારથી બચવું પડશે. રોકાણ બાબતે નિર્ણય લેવામાં બહુ ઉતાવળ ના કરવી. આંખોની સમસ્યા થઇ શકે છે.

ઉપાય- દરરોજ પિતાજીના આશીર્વાદ લેવા.

વૃષભઃ સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થવાથી તમારા ખર્ચમાં અચાનક વધારો થઇ શકે છે. આ સમય દરમિયાન તમે કામમાંથી રજા લેવાની પણ યોજના બનાવી શકો છો. વિદેશ સંબંધિત કાર્યો સાવધાનીપૂર્વક કરવાની સલાહ છે.

ઉપાય- ભગવાન સૂર્યને જળથી અર્ઘ્ય આપવું.

મિથુનઃ સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ થવાથી મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. ઘણા મોટા લોકો સાથે તમારો સંપર્ક વધી શકે છે. તમારી કમ્યુનિકેશન કળા ખીલી ઉઠશે. તમે ઘણી નવી યોજનાઓ ઘડી શકો છો.

ઉપાય– આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કર્કઃ સૂર્યનું મેષ રાશિમાં ભ્રમણ શરૂ થવાતી કર્ક રાશિના જાતકો માટે થોડો ચિંતનનો સમય કહી શકાય. જોકે, તમારા વ્યવસાયમાં ઉન્નતિ થવાના ચાન્સ છે પરંતુ જમીન- મિલકતો સંબંધિત મુદ્દા તમને પરેશાન કરી શકે છે. માતા-પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ઉપાય-સૂર્યાષ્ટકનો પાઠ કરવાથી આપને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે.

સિંહઃ મેષ રાશિમાં સૂર્યના આગમનથી સિંહ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો મળી શકે છે. આ સમયમાં તમે મોટાભાગના સમયમાં ભાગ્યના ભરોસે રહેશો માટે તમને અત્યારે ખાસ તો મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. પ્રવાસ દરમિયાન વિશેષ સાવધાની રાખવી.

ઉપાય- ભગવાન સૂર્યને દરરોજ અર્ઘ્ય આપવું.

કન્યાઃ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશથી કન્યા રાશિના જાતકોએ એક મહિના સુધી વિશેષ સાવધાની રાખવાની છે. વાહન વગેરેનો ઉપયોગ કરવામાં સહેજ પણ ઉતાવળ ના કરવી. શ્વસુર પક્ષ સાથે કોઇ બાબતે મતભેદની સંભાવના છે. આ સમય દરમિયાન ધન કમાવવા માટે તમે કોઇ મોટી યોજના પર કામ કરો તેવી સંભાવના છે.

ઉપાય- દરરોજ ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.

તુલાઃ મેષમાં સૂર્યના ભ્રમણના કારણે આપના જીવનમાં ઉત્સાહનું સ્તર જળવાઇ રહેશે. જોકે, કોઇ મુદ્દે વિવાહિતોને તેમના જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે દલીલબાજી થઇ શકે છે. આ સમય દરમિયાન તમારે બીજાની સલાહને વિશેષ મહત્વ આપવાનું રહેશે.

ઉપાય- દરરોજ ભગવાન સૂર્યના બાર નામનું ઉચ્ચારણ કરવું.

વૃશ્ચિકઃ મેષ રાશિમાં સૂર્ય આવવાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે લાભદાયી પૂરવાર થશે. આ સમય દરમિયાન આપ શત્રુઓ પર હાવિ રહેશો. જોકે, ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોઇપણ કામ માટે ઉધાર લેવાની અથવા લોન લેવાની યોજના બનાવી શકો છો.

ઉપાય-દરરોજ સૂર્ય નમસ્કારનું આસન અવશ્ય કરવું.

ધનઃ મેષ રાશિમાં સૂર્યના આગમનના કારણે ધન રાશિના જાતકોની વિચારધારામાં વધારો થશે. આ સમયમાં તમે પોતાની રુચિ પ્રમાણે કંઇક નવું વાંચવાનું અથવા નવું કૌશલ્ય શીખવાનું પસંદ કરશો અને તે દિશામાં પ્રયત્ન પણ કરશો. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા રહેવાની ચોકક્સ શક્યતા છે.

ઉપાય– દરરોજ ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.

મકરઃ સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન થવાથી મકર જાતકો માટે આ ગ્રહ સ્થિતિ થોડી ચિંતા લઇને આવી રહી છે. આ સમય દરમિયાન જમીન – મિલકતો સંબંધિત કોઇ મુદ્દા તમને પરેશાન કરી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી શકે છે. આ સમયમાં કંઇપણ નવું ખરીદવા અંગેનો વિચાર તમારે માંડી વાળવો જોઇએ.

ઉપાય- દરરોજ ઉગતા સૂર્યને પાણીમાં કંકુ નાંખીને અર્ઘ્ય આપવું.

કુંભઃ સૂર્યના મેષ રાશિમાં ભ્રમણના કારણે કુંભ જાતકો માટે સારો સમય રહેશે. આ સમયમાં તમારું ભાગ્ય તમને સાથ આપશે અને ભાઈ-બહેનો તરફથી પણ સારો સહયોગ મળી રહેશે. તમારા પરાક્રમમાં વધારો થશે. જોકે, કાર્યસ્થળ પર તમારે બિનજરૂરી દલીલબાજી અને ચર્ચાઓથી દૂર રહેવું પડશે.

ઉપાય- દરરોજ સૂર્યોદય વખતે ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.

મીનઃ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશના કારણે મીન રાશિના જાતકોની વાણીમાં થોડી કઠોરતા રહેશે. પરિવારના સભ્યો સાથે તમારે વાતચીતમાં અહંકાર વધી શકે છે. આ સમય દરમિયાન મોટાભાગના સમયમાં મૌન રહેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય- આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ આપના મનને ઘણી શાંતિ આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.