ETV Bharat / bharat

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4 ટકા પર યથાવત

author img

By

Published : Oct 8, 2021, 2:48 PM IST

સતત બે મહિના સુધી ફુગાવાના લક્ષ્ય ઉપર રહેવાની વચ્ચે કેન્દ્રીય બેંકે શુક્રવારે તેની ચોથી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા હાથ ધરી હતી. રેપો રેટ ચાર ટકા પર યથાવત છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ(RBI) સતત આઠમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4 ટકા પર યથાવત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4 ટકા પર યથાવત
  • RBIએ આઠમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
  • 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 17.2% અંદાજો
  • ભારતની વિકાસની ગતિ મજબૂત થતી જણાય

મુંબઈ: સતત બે મહિના સુધી ફુગાવાના લક્ષ્ય ઉપર રહેવાની વચ્ચે કેન્દ્રીય બેંકે શુક્રવારે તેની ચોથી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા હાથ ધરી હતી. આમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ(RBI) સતત આઠમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે રેપો રેટ ચાર ટકા પર યથાવત છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનુ નિવેદન

આ સાથે ભારતીય રિઝર્વ બેન્કે 4 ટકાના રેપો રેટ અને 3.35 ટકાના રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikant Das) કહ્યું કે, આ સમયગાળા દરમિયાન અર્થતંત્રને રોગચાળાના પાયમાલથી બચાવવા માટે, રિઝર્વ બેંકે અનપેક્ષિત કટોકટીનો સામનો કરવા માટે 100 થી વધુ પગલાં લીધા છે. નાણાકીય બજાર ચાલુ રાખવા માટે અમે નવા અને બિનપરંપરાગત પગલાં લેવામાં અચકાતા નથી.

ભારત ઘણી સારી સ્થિતિમાં છેઃ ગવર્નર

ગવર્નરે કહ્યું કે, છેલ્લી એમપીસી બેઠકની સરખામણીમાં આજે ભારત ઘણી સારી સ્થિતિમાં છે અને વિકાસની ગતિ મજબૂત થતી જણાય છે. તેમણે કહ્યું કે ફુગાવાનો માર્ગ અપેક્ષા કરતા વધુ સાનુકૂળ થઈ રહ્યો છે. એક સર્વેમાં 30 અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્રીય બેંક સતત આઠમી વખત નીતિ દર પર યથાવત્ સ્થિતિ જાળવી રાખશે.

આ સાથે રિઝર્વ બેંકે દેશના જીડીપી(Gross domestic product) ગ્રોથને લઈને તેના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્ટ્રલ બેન્કનું માનવું છે કે તે 9.5%ના સ્તરે રહેશે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 17.2%હોવાનો અંદાજ છે. આ સાથે રિઝર્વ બેંકે IMPS મારફતે ચુકવણીની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી છે.

આ પણ વાંચોઃ RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

આ પણ વાંચોઃ RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.