- અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા
- યુએસ જનરલ કેનેથ એફ. મેકેન્ઝીએ આ વાતની જાહેરાત કરી હતી
- અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના થયું
કાબુલ/નવી દિલ્હીઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
-
"The last American soldier to leave Afghanistan- Major General Chris Donahue, boarded C-17 aircraft on August 30, marking the end of US mission in Kabul," tweets US Department of Defense pic.twitter.com/nScjl4Hfao
— ANI (@ANI) August 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">"The last American soldier to leave Afghanistan- Major General Chris Donahue, boarded C-17 aircraft on August 30, marking the end of US mission in Kabul," tweets US Department of Defense pic.twitter.com/nScjl4Hfao
— ANI (@ANI) August 31, 2021"The last American soldier to leave Afghanistan- Major General Chris Donahue, boarded C-17 aircraft on August 30, marking the end of US mission in Kabul," tweets US Department of Defense pic.twitter.com/nScjl4Hfao
— ANI (@ANI) August 31, 2021
આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની એક્ઝિટ, જો બાઈડને કહ્યું- 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત
અમેરિકાએ સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરી
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા છે. યુએસ જનરલ કેનેથ એફ. મેન્કેઝીએ આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પૂરા થવા અને અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાઢવા માટે સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરીએ છીએ. જનરલે જણાવ્યું હતું કે, અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કર્યું હતું.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં હવેથી અફીણની ખેતી પર પ્રતિબંધ, તાલિબાનનું ફરમાન
અમેરિકાએ પોતાના રાજદ્વારીને કતારમાં શિફ્ટ કર્યા
આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કતારમાં શિફ્ટ થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના હવાલાથી આ વાત કહી હતી. બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા દરેક અમેરિકન નાગરિકની મદદ કરવા પ્રતિબદ્ધ છે, જે અફઘાનિસ્તાન છોડવા માગે છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.