ETV Bharat / bharat

લખીમપુર ખેરી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - ઉત્તર પ્રદેશ પોલીસ

લખીમપુર ખેરી હિંસા(Lakhimpur Kheri violence) કેસમાં છેલ્લી સુનાવણી દરમિયાન યુપી સરકાર (UP Government)તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે (Harish Salve)કોર્ટને કહ્યું હતું કે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, જેના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

લખીમપુર ખેરી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

author img

By

Published : Oct 26, 2021, 10:09 AM IST

  • લખીમપુર ખેરી હિંસા કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા
  • અઠવાડિયા પહેલા, યુપી પોલીસને સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપ્યો હતો

નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા(Lakhimpur Kheri violence) કેસ પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં ઉત્તર પ્રદેશ પોલીસે(Uttar Pradesh Police) અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો કોર્ટને આપવાની હોય છે. એક અઠવાડિયા પહેલા, યુપી પોલીસને (UP Police)તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court)સખત ઠપકો આપ્યો હતો.

મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીઓના નિવેદનો ન નોંધવા SITને ઠપકો

ગત સુનાવણીમાં પોલીસે આરોપીઓને રિમાન્ડ પર રાખવાનો આગ્રહ ન રાખતાં કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેને સરળતાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જવા દેવામાં આવ્યો. મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીઓના નિવેદનો ન નોંધવા બદલ કોર્ટે SITને ઠપકો પણ આપ્યો હતો.

કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો

છેલ્લી સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે કોર્ટને કહ્યું હતું કે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, જેના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 164માં તમામ સાક્ષીઓના નિવેદન કેમ નોંધવામાં આવ્યા નથી, માત્ર 4 શા માટે? સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને લખીમપુર ખેરી ઘટનાના બાકીના સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રેકોર્ડ કરવા જણાવ્યું હતું.

આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આ જ બેન્ચે 8 ઓક્ટોબરે આઠ લોકોની 'ક્રૂર' હત્યામાં ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સરકારના ગલાં પર સવાલ ઉઠાવ્યા હતા

8 ઓક્ટોબરે લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આરોપીઓની ધરપકડ ન કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા અને પુરાવા સાચવવા માટે નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ ચારધામની યાત્રાએ આવેલા ભક્તોની સંખ્યા ત્રણ લાખને પાર, સોમવારે 16 હજાર લોકોએ માથું ટેકાવ્યું

આ પણ વાંચોઃ મુંબઈ ડ્રગ્સ કેસ: સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.