- ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસ વધતા રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ
- રેમડેસીવીર ઈન્જેક્શનની અછતને પહોંચી વળવા મુખ્યપ્રધાને સ્ટેટ પ્લેન અમદાવાદ મોકલ્યું
- ગયા વર્ષે 9 જૂને ટ્રૂનેટ મશીન મગાવવા માટે સ્ટેટ પ્લેન ગોવા મોકલવામાં આવ્યું હતું
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસ વધતા રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે, જેને પહોંચી વળવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સ્ટેટ પ્લેન અમદાવાદ મોકલીને રેમડેસીવીર ઈન્જેક્શનના 25,000 ડોઝ મગાવ્યા છે. આ સાથે જ યોગી આદિત્યનાથે રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા નિર્દેશ આપ્યા છે. આ અંગે તેમણે આરોગ્ય વિભાગ પાસે રિપોર્ટ પણ માગ્યો છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીરની અછત વચ્ચે બારડોલીનું તંત્ર જિલ્લામાં આ રીતે પહોંચાડી રહ્યું છે ઈન્જેક્શન
રેમડેસીવીર નિર્ધારિત દર પર ઉપલબ્ધ કરાવવા મુખ્યપ્રધાનનો નિર્દેશ
મુખ્યપ્રધાને ત્રીજી વખત સ્ટેટ પ્લેનને લોકોના જીવન બચાવનારી દવા લાવવા માટે અમદાવાદ મોકલ્યું છે. આ પહેલા તેમણે ગયા વર્ષે 9 જૂને ટ્રૂનેટ મશીન મગાવવા માટે સ્ટેટ પ્લેન ગોવા મોકલ્યું હતું. 7 એપ્રિલે બેંગલોરથી રાજકીય વિમાન મોકલીને મેડિકલ સાધનો મગાવાયા હતા. મુખ્યપ્રધાને આરોગ્ય વિભાગને નિર્દેશ કર્યા છે કે, બજારમાં નિર્ધારિત દર પર રેમડેસીવીર ઈન્જેક્શન લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે. કોરોનાની સારવાર માટેની દવામાં કોઈ અછત ન થવી જોઈએ.
આ પણ વાંચોઃ સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા
દવાની અછત ન થાય તે માટે આરોગ્ય વિભાગના અધિકારીઓએ દવા નિર્માતા કંપનીઓ સાથે વાત કરી
મુખ્યપ્રધાનના નિર્દેશ પર અમદાવાદથી 25,000 રેમડેસીવીર ઈન્જેક્શન લખનઉ પહોંચી ચૂક્યા છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી 8 દવાઓની ઉપલબ્ધતા પર નજર રાખવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં રેમડેસીવીર, આઈવરમેક્ટિન, પેરાસિટામોલ, ડાક્સિસાઈક્લિન, એઝિથ્રોમાયસિન, વિટામીન સી, ઝિન્ક ટેબ્લેટ, વિટામીન બી કોમ્પ્લેક્સ અને વિટામીન ડી 3ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈ પણ જિલ્લામાં દવાની અછત ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગના અધિકારીઓએ દવા નિર્માતા કંપનીઓ સાથે વાત પણ કરી છે.