- પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીનું તાલિબાનને લઈને નિવેદન
- જમ્મુ -કાશ્મીરને ફરીથી વિશેષ દરજ્જો આપવો જોઈએ : મુફ્તી
- જો 1947માં ભાજપ સત્તા પર હોત તો કાશ્મીર ભારતમાં ન હોત : મુફ્તી
જમ્મુ-કાશ્મીર : પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ શનિવારે તાલિબાનના બહાને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને જમ્મુ -કાશ્મીરના લોકો સાથે વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "જમ્મુ -કાશ્મીરને ફરીથી વિશેષ દરજ્જો આપવો જોઈએ. મુફ્તીએ કહ્યું કે, તાલિબાને અમેરિકાને ભાગી જવાની ફરજ પાડી છે. અમારી ધીરજની કસોટી ન કરો. જે દિવસે ધીરજની કસોટી તૂટી જશે, તમે પણ ત્યાં નહીં રહો. તમે અદૃશ્ય થઈ જશો" મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર જમ્મુ -કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માંગે છે, તો તેમણે કલમ 370 ને પુન:સ્થાપિત કરવી પડશે અને કાશ્મીરના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા પડશે.
આ પણ વાંચો: જાણો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શું ગુમાવ્યું?
'તાલિબાને અમેરિકાને ભાગી જવાની ફરજ પાડી'
કુલગામમાં સભાને સંબોધતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, તાલિબાનીઓએ અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી ભાગી જવાની ફરજ પાડી છે, પરંતુ આખું વિશ્વ તાલિબાનનું વર્તન જોઈ રહ્યું છે. હું તાલિબાનને અપીલ કરું છું કે, એવું કંઈ ન કરો કે જેનાથી દુનિયા તેમની વિરુદ્ધ થઈ શકે. તાલિબાનમાં બંદૂકોની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે અને વિશ્વ સમુદાય જોઈ રહ્યું છે કે તેઓ લોકો સાથે કેવું વર્તન કરશે.
નહેરુનું જમ્મુ-કાશ્મીરના નેતૃત્વમાં વચન
PDPના વડાએ કહ્યું કે, 1947 માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ -કાશ્મીરના નેતૃત્વમાં વચન આપ્યું હતું કે, લોકોની ઓળખને દરેક રીતે સુરક્ષિત રાખવામાં આવશે અને વિશેષ દરજ્જો આપવામાં આવશે. આ બાબતે મુફ્તીએ કહ્યું કે, જો આઝાદી સમયે ભાજપ સરકારમાં હોત તો જમ્મુ -કાશ્મીર ભારતનો ભાગ ન હોત. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કાશ્મીરમાં મતભેદોને ડામવા માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. જો ભાજપના લોકોની ભાવનાઓ સુધરતી નથી, તો ભારત કોમી અને ધાર્મિક આધાર પર ભાગોમાં ટૂટવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની
જમ્મુ- કાશ્મીર હંમેશા ભારતનો ભાગ છે- નિર્મલા સીતારમણ
મહેબૂબા મુફ્તીના નિવેદન પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાને આ સમયે આવા નિવેદન આપવાનું ટાળવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો એક ભાગ રહ્યો છે.
ભાજપે મુફ્તીને નિશાન બનાવ્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ આ નિવેદન માટે PDP નેતા મહેબૂબા મુફ્તી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભારત એક મજબૂત રાષ્ટ્ર છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જો બાઈડન નથી. અમે તમામ આતંકવાદીઓનો ખાત્મો કરીશું. મહેબૂબા મુફ્તી દેશદ્રોહી છે. તેઓ રાજદ્રોહમાં સંડોવાયેલા છે. તેમણે જમ્મુ -કાશ્મીરના દેશભક્ત લોકોનું અપમાન કર્યું છે. મહેબૂબા મુફ્તી કાશ્મીરમાં તાલિબાનનું શાસન ઇચ્છે છે, પરંતુ અમારી સરકાર તમામ આતંકવાદીઓનો સફાયો કરશે.