ETV Bharat / bharat

શંકાસ્પદ ગાડી કેસઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા - મુંબઈ પોલીસ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર દારૂગોળો ભરેલી સ્કોર્પિયો ઊભી રાખનારા આરોપીની ઓળખ થઈ ચૂકી છે. આ અંગેની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે. ક્રાઈમબ્રાન્ચ ઝડપથી જ મુખ્ય આરોપીને પકડવાનો દાવો કરી રહી છે.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા

author img

By

Published : Feb 27, 2021, 12:23 PM IST

  • અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ કાર પાર્ક કરનારો આરોપી ઓળખાયો
  • સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી
  • શંકાસ્પદ કારમાં 20 જિલેટિન સ્ટિક મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો

મુંબઈઃ હાલમાં જ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર એક વ્યક્તિ શંકાસ્પદ કાર અને 20 જિલેટિન સ્ટિક મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે, મુંબઈ પોલીસે આ મુખ્ય આરોપીની ઓળખ કરી દીધી છે. આ કાર મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ડોગ સ્ક્વોડ, બોમ્બ પ્રિવેન્શન સ્ક્વોડ અને એટીએસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે.

કાર મળતાં સુરક્ષા જવાનોએ પોલીસને જાણ કરી હતી

મુકેશ અંબાણીના ઘરની બહાર 20 જિલેટીન સ્ટિક સાથે એક શંકાસ્પદ એસયુવી કાર મળી આવી છે. સ્કોર્પિયોની એસયુવી ગુરુવારે મુંબઇના પેડર રોડ પર અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયા નજીક મળી આવી હતી. શંકાસ્પદ કાર મળ્યા બાદ અંબાણીના ઘરના સુરક્ષા જવાનોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ અનેક પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારની તપાસ શરૂ કરી હતી. મુંબઈ ડોગ સ્કવૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઘટના સ્થળે પહોંચી હતી અને કારની તપાસ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.