ETV Bharat / bharat

Jammu Kashmir Terrorist Attack News : શ્રીનગરના CRPF વાહન પર આતંકવાદી હુમલો, કોઈ જાનહાનિ નહીં

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરીથી એકવાર આતંકવાદી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ CRPF વાહન પર હુમલો કર્યો છે. આ આતંકવાદી હુમલામાં કેજ્યુલિટી ઝીરો છે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર

સીઆરપીએફના વાહન પર ગોળીબાર
સીઆરપીએફના વાહન પર ગોળીબાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 12:51 PM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરીથી માથુ ઉચક્યું છે. આતંકવાદીઓએ CRPF વાહન પર હુમલો કર્યો છે. આ વાહન બૂલેટપ્રુફ હોવાથી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. આતંકવાદીઓએ CRPF વાહન પરથી ગોળીબારી કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ સ્ટેશને ગંભીરતાથી લીધી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાક્રમઃ જાણકારી અનુસાર શ્રીનગરમાંથી CRPF વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે આતંકવાદીઓએ તેના પર ફાયરિંગ કર્યુ. ગોળીબાર કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એક પણ ભારતીય જવાન ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. CRPF વાહન બુલેટપ્રુફ હોવાને પરિણામે આ આતંકવાદી હુમલો નિષ્ફળ ગયો હતો.

સીસીટીવી ફૂટેજ મળ્યાઃ આ ઘટના બાદ ભારતીય સેના એકશન મોડમાં આવી ગઈ હતી. શ્રીનગરના ખાનયાર વિસ્તારમાંથી CRPF જવાનોએ આતંકવાદીઓને હડસેલી દીધા હતા. શ્રીનગર પોલીસે પોતાના એક્સ હેન્ડલ પર આ સમગ્ર ઘટનાની જાણકારી શેર કરી છે. આતંકવાદી CRPF વાહન પર ફાયરિંગ કરે તેવા સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવી લીધા છે.

હુમલાખોરની શોધખોળ શરૂઃ આ હુમલો શ્રીનગરના ખ્વાજા બજાર ચોકમાં CRPF વાહન પર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી અને સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ ફૂટેજને આધારે આતંકવાદીને શોધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે અનંતનાગર પહાડોના ગાઢ જંગલમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં ભારતીય જવાનોએ આંતકવાદીઓને ભગાડી મૂક્યા હતા. જેમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થયા હતા.

  1. Jammu & Kashmir: શોપિયામાં આતંકવાદી હુમલો, ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર
  2. આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા, શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.