- હૈદરાબાદમાં નહીં ખૂલે શાળા, કોલેજો
- રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી ખોલવાનો આપ્યો હતો આદેશ
- રાજ્ય સરકારના આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક
હૈદરાબાદ: તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી તમામ શાળા, કોલેજો શરૂ કરવામાં આવશે. તેમણે અધિકારીઓને શાળા,કોલેજો તેમજ હોસ્ટેલ્સમાં 30 ઓગસ્ટ સુધીમાં સેનેટાઈઝેશન અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સૂચના પણ આપી દીધી હતી. જોકે, તેલંગણા હાઈકોર્ટે એક દિવસ પહેલા જ રાજ્ય સરકારના આ આદેશ પર રોક લગાવી દીધી છે.
દિલ્હીમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થવાની તૈયારી
કોરોનાને કારણે લાંબા સમયથી દિલ્હીમાં પણ શળા, કોલેજો બંધ હતા. 1 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થવાની હોવાથી તંત્ર દ્વારા શાળાઓને સેનેટાઈઝ કરવાથી લઈને નવા ટાઈમટેબલ્સ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.