- 5 વર્ષથી ચાલી રહેલા સાયરસ મિસ્ત્રીને ટાટા કેસમાં આવ્યો ચુકાદો
- સુપ્રિમ કોર્ટે આપ્યો ચુકાદો
- સુપ્રિમ કોર્ટે NCLATચુકાદો કર્યો રદ્દ
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે શુક્રવારે NCLATએ 18 ડિસેમ્બરે 2019નો નિર્ણયને રદ્દ કર્યો છે. જેમા સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપનો ફરીવાર કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ટાટા મિસ્ત્રી વિવાદમાં તારીખ વાર મોટી ઘટનાઓ આ મુજબ છે.
24 ઓક્ટોમ્બર 2016: સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા રતન ટાટા વચગાળાના ચેરમેન બન્યા.
12 ડિસેમ્બર 2016 : મિસ્ત્રી પરીવાર દ્વારા આધારભૂત બે રોકાણ કંપનીઓ સાયરસ ઇનવેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોરપોરેશન પ્રાઇવેટ લિમીટેડ NCLATની મુંબઇ બેન્ચમાં ગઇ. તેમણે ટાટા સંન્સ ઉપર નાના શેરધારકોને હેરાન અને ગેરવહીવટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મિસ્ત્રીને બરખાસ્ત કરવાની કાર્યવાહીને પડકાર આપવામાં આવ્યો હતો.
12 જાન્યુઆરી 2017 : ટાટા સન્સે TCSના તાત્કાલિક મુખ્ય કાર્યપાલક અધિકારી અને પ્રબંધ નિદેશક એન. ચંદ્રશેખરને ચેરમેન બનાવ્યા.
6 ફેબ્રુઆરી 2017 : મિસ્ત્રીને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના નિર્દેશક મંડળથી પણ હટાવવામાં આવ્યા.
6 માર્ચ 2017 : NCLAT મુંબઈએ મિસ્ત્રી પરીવારની બે રોકાણ કંપનીઓની અરજીને નકારી કાઢી. ટ્રિબ્યુનલે કહ્યું કે અપિલકર્તા કંપનીના ન્યૂનતમ 10 ટકા માલિકી હકના માપદંડને પૂરૂ નથી કરતું.
17 એપ્રિલ 2017 : NCLAT મુંબઇએ બંન્ને કંપનીઓની અરજી નકારી કાઢી જે કંપનીઓ પર નાના શેરધારકોને હેરાન કરવાનો મામલો નોંધાવવા માટે ઓછામાં ઓછા 10 ટકા ભાગથી છૂટ આપવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
27 એપ્રિલ 2017 : આ રોકાણ કંપનીઓ અપીલ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા.
આ પણ વાંચો : એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ: ટાટા જૂથ અને સ્પાઇસ જેટ બોલી લગાવવા માટે શોર્ટલિસ્ટ થયા
21 સપ્ટેમ્બર 2017 : અપીલ ટ્રિબ્યુનલે બંન્ને રોકાણ કંપનીઓની ઉત્પીડન અને ગેરવહીવટના વિરૂદ્ધ કેસ દાખલ કરવા માટે ન્યૂનતં ભાગીદારીના પ્રાવધાનથી છૂટ આપવા માટે આગ્રહ કરનારી અરજીને નકારી કાઢી. જેણે NCLAT વિચાર કરવા માટે લાયક ન હોવાના આધારે નકારી હતી.
અપીલ ટ્રિબ્યુનલે NCLATની મુંબઈ બેન્ચને નોટીસ પાઠવી અને કેસ બાબતે સુનવણી કરવા કહ્યું
5 ઓક્ટોમ્બર 2017 : રોકાણ કંપનીઓએ દિલ્હીમાં NCLATની પ્રધાન બેંન્ચને સંપર્ક કરી પક્ષપાતનો હવાલો આપી કેસને મુંબઈથી દિલ્હી ખેસેડવા આગ્રહ કર્યો.
6 ઓક્ટોમ્બર 2017 : NCLATની મુખ્ય બેંન્ચે અરજીને નકારી અને બંન્ને રોકાણ કંપનીઓ પર 10 લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો.
9 જુલાઇ 2018 : NCLAT મુંબઈ કોર્ટે મિસ્ત્રીની અરજી નકારી જેમાં ટાટા સન્સના ચેરમેન પદથી હટાવવાનો પડકાર આપવામાં આવ્યો હતો.
3 ઓગસ્ટ 2018 : બંન્ને કંપનીઓ NCLAT ના આદેશ વિરૂદ્ધ અપીલ ટ્રિબ્યુનલમાં ગઇ
29 ઓગસ્ટ 2018 : અપીલ ટ્રિબ્યુનલે સાયરસ મિસ્ત્રીની અરજીને સુનવણી માટે દાખલ કરી.
આ વાંચો : દેશ મોટી સ્ટીલ કંપની TATA સ્ટીલને 113 વર્ષ પૂર્ણ, TATAથી ભારતમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ
18 ડિસેમ્બર 2019 : અપીલ ટ્રિબ્યુનલે મિસ્ત્રીને ટાટા સન્સના કાર્યકારી ચેરમેનને નિયુક્ત કરવા માટે આદેશ આપ્યો. કેસમાં અપીલ કરવા માટે ટાટા સન્સને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.
2 જાન્યુઆરી 2020 : ટાટ સન્સે NCLATના 18 ડિસેમ્બર 2019ના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો.
10 જાન્યુઆરી 2020 : હાઇ કોર્ટે NCLATના નિર્ણય પર રોક લગાવી.
22 સપ્ટેમ્બર 2020 : સુપ્રિમ કોર્ટે શાપૂરજી પલોનજી ગ્રુપ સન્સમાં પોતાના શેર રોકતા રોક્યા.
8 ડિસેમ્બર 2020 : વિવાદમાં છેલ્લી સુનવણી શરૂં.
17 ડિસેમ્બરે 2020 : કોર્ટે વિવાદ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો.
26 માર્ચ 2021 : સુપ્રિમ કોર્ટે શુક્રવારે NCLATના 18 ડિસેમ્બર 2019ના નિર્ણયને રદ્દ કર્યો જેમાં સાયરસ મિસ્ત્રીનો ટાટા સમૂહના ફરી વાર કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.