ETV Bharat / bharat

દેશભરમાં વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમિલનાડુ સરકારે કર્યો 3 રૂપિયાનો ઘટાડો, જાણો શા માટે - તમિલનાડુ સરકારે કર્યો 3 રૂપિયાનો ઘટાડો

તમિલનાડુ સરકારે રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ...

TN govt slashes tax by Rs 3
TN govt slashes tax by Rs 3
author img

By

Published : Aug 13, 2021, 4:06 PM IST

  • દેશભરમાં પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને
  • ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલની કિંમત સ્થિર
  • તમિલનાડુ સરકારે પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયા ઘટાડ્યા

ચેન્નઈ: એક તરફ દેશભરમાં પેટ્રોલની કિંમત આસમાને છે. ત્યારે તમિલનાડુ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે, તેમણે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને પેટ્રોલની કિંમત 3 રૂપિયા ઘટાડી દીધી છે. આ જાહેરાત નાણા પ્રધાન પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને વિધાનસભામાં કરી હતી.

સરકાર નુક્સાની ભોગવીને લોકોને અપાશે રાહત

તમિલનાડુના નાણાપ્રધાને કહ્યું હતું કે, સરકારે પેટ્રોલની કિંમતમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આ રીતે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે. જોકે, તેના કારણે સરકારને ટેક્સના 1160 કરોડ રૂપિયાનું નુક્સાન ભોગવવું પડશે. પેટ્રોલ પર લાગતો ટેક્સ મે 2014માં 10.39 ટકા પ્રતિ લીટર હતો. જે હાલમાં વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.