તમિલનાડુ : તમિલનાડુમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિની કિન્નરો દ્વારા નજીવી બાબતમાં હત્યા કરીલ દેવામાં આવી છે. કિન્નરો દ્વારા તેને ઢોર મારવામાં આવ્યો હતો. વઘું પડતી ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવવામા આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે તમિલનાડુ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સાથે પોલીસે આ કેસમાં પાંચ કિન્નરોની પણ ધરપકડ કરી છે. મૃતકની ઓળખ ધર્મલિંગમ (49) તરીકે થઈ છે, જે કોઈમ્બતુરના દુદિયાલુરનો એક હોટલ કર્મચારી હતો.
પાંચ કિન્નરોની કરાઇ ધરપડ - વાસ્તવમાં, ધર્મલિંગમે એક કિન્નરે સાથે જાતીય ઈચ્છાઓ માટે સંપર્ક કર્યો હતો. પરંતુ બન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. કેટલાક કિન્નરોએ મળીને ધર્મલિંગમને માર માર્યો હતો. જ્યારે ધર્મલિંગમ હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેમણે ત્યાંના ડૉક્ટરોને કહ્યું કે, તેઓ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે. પરંતુ ડોક્ટરને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે હોસ્પિટલ પહોંચી ધર્મલિંગમની પૂછપરછ કરી તો તેણે સમગ્ર ઘટના જણાવી.
પિડિતનું બયાન - ધર્મલિંગમના જણાવ્યા અનુસાર, ટ્રાન્સજેન્ડરો મેટ્ટુપલયમ રોડ પર મોડી રાત્રે જાતીય કૃત્યો કરે છે. હોટલમાં કામ કર્યા બાદ, ધર્મલિંગમે તેના મિત્ર પ્રવીણ સાથે 8 જુલાઈના રોજ રોસ્મિકા નામની ટ્રાન્સજેન્ડર સાથે જાતીય ઈચ્છાઓ માટે સંપર્ક કર્યો હતો. પરંતુ રોસ્મિકાએ ધર્મલિંગમ સાથે ઝપાઝપી કરી. આમાં કિન્નરે બૂમો પાડીને તેના સાથીઓને બોલાવ્યા હતા. જે બાદ મમતા, ગૌતમી, હરણિકા, રૂબી, કીર્તિ નામના આવ્યા અને ધર્મલિંગમ અને પ્રવીણને માર મારવા લાગ્યા. પ્રવીણ કોઈક રીતે ત્યાંથી છટકી ગયો પણ ધર્મલિંગમ શિકાર બન્યો.
પોલીસ કેસ - ધર્મલિંગમનું નિવેદન નોંધનાર પોલીસ અધિકારીએ હુમલાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન, કોઈમ્બતુરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મલિંગમનું મંગળવારે મૃત્યુ થયું હતું. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સામેલ ટ્રાન્સજેન્ડર રોસ્મિકા, મમતા, ગૌતમી, હરણિકા, રૂબીની પોલીસે ધરપકડ કરી છે. કીર્તિ નામના અન્ય વ્યંઢળની શોધ ચાલુ છે.