આગરાઃ પ્રેમના પ્રતિક એવા તાજમહેલની મુલાકાતે આવતા પર્યટકોને ટિકિટ મેળવવામાં હવે સુગમતા રહેશે. આગરામાં જન સુવિધા કેન્દ્ર પર તાજમહેલની ઓનલાઈન ટિકિટ ઉપલબ્ધ થશે. આ માટે પાંચ જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. આ નિર્ણય લેવા માટે રવિવાર સાંજે સિવિલ સોસાયટી ઓફ આગરા અને તાજ સુરક્ષાના એસ. પી. વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓનલાઈન ટિકિટના નિર્ણય ઉપરાંત ગેરકાયદેસર ટૂરિસ્ટ ગાઈડ અને ટૂરિસ્ટ્સને પરેશાન કરતાં ઈસમોને ડામવા માટે ચર્ચા-વિચારણા કરાઈ.
પર્યટકોની પરેશાની ઘટશેઃ ઉલ્લેખનીય છે કે, તાજમહેલની મુલાકાત લેવા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી હજારોની સંખ્યમાં પર્યટકો આવે છે. પર્યટકોની ટૂરમાં તાજમહેલ સિવાય આગરા કિલ્લો, સિકંદરાબાદની મુલાકાતનો પણ સમાવેશ થતો હોય છે. દરેક ટૂરિસ્ટ સ્પોટની ઓનલાઈન ટિકિટ અવાઈલેબલ છે, પરંતુ તાજમહેલના મુલાકાતીઓની સખ્યા વધુ હોવાથી ટિકિટ માટે મુલાકાતીઓ વધુ પરેશાન થતા હોય છે. પર્યટકોને ઠગનારા ઠગો પણ સક્રિય હોય છે.
તાજના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ગેટ ઉપરાંત શિલ્પગ્રામમાં પણ તાજમહેલની ઓનલાઈન ટિકિટ મળી રહેશે. તાજમહેલની એન્ટ્રી ટિકિટ QR કોડના માધ્યમથી મળી રહેશે. જેથી પર્યટકોને કોઈ અસુવિધા રહેશે નહીં. હવે તેમને ટિકિટ લેવા માટે અહીં તહીં ભટકવું નહીં પડે. તેમજ પર્યટકોને બ્લેક અને મોંઘી તાજમહેલની ટિકિટ ખરીદવામાંથી મુક્તિ મળશે. જન સુવિધા કેન્દ્ર ઉપરાંત અન્ય લોકકલ્યાણ કાર્યોમાં સિવિલ સોસાયટી અમારી મદદ કરવા માટે તૈયાર છે...અરીબ અહમદ (એસ.પી., તાજ સુરક્ષા)
સોશિયલ મીડિયા પર જાણકારી મળશેઃ તાજમહેલના મુલાકાતીઓને મળનારી સુરક્ષા, સુવિધાઓ અને અન્ય સચોટ માહિતી અવારનવાર સોશિયલ મીડિયા પર પોલીસ અપડેટ કરતી રહેશે. આ માહિતીમાં તાજમહેલાની ઓનલાઈન ટિકિટ, ગોલ્ફકાર્ટનો રેટ વગેરે હશે. જેથી મુલાકાતીઓ તાજમહેલ સંદર્ભની સૂચના અને નિયમોથી અપડેટ રહી શકશે.
મીટીંગના અન્ય એજન્ડાઃ સિવિલ સોસાયટી અને તાજ સુરક્ષા એસ.પી. વચ્ચે થયેલી બેઠકમાં ઓનલાઈન ટિકિટ સિવાય અનેક એજન્ડા પર ચર્ચા થઈ. જેમાં મુલાકાતીઓનો સામાન રાખવાની સગવડ, ગોલ્ફકાર્ટની સંખ્યામાં વધારો કરવો, નવી બસો આવે વસાવાય ત્યાં સુધી ઈ રિક્ષાને પરમિટ આપવા જેવા એજન્ડા ચર્ચાયા હતા. નાઈટ મેરાથોન, ચિલ્ડ્રન પેન્ટિંગ કોમ્પિટિશન વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે. સ્કૂલ લેવલથી જ નાગરિકોને પ્રવાસનથી સાંકળવામાં આવે. બેઠકમાં પૂર્વ કોર્પોરેટર શિરોમણિ સિંહ, અનિલ શર્મા, રાજીવ સક્સેના સહિત અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો.