- સુનંદા પુષ્કરનું મૃત્યુ શશિ થરુર સાથે લગ્નના 3 વર્ષ, 3 મહિના અને 15 દિવસમાં થયું હતું
- શશિ થરુરે સુનંદા-પુષ્કરને માનસિક કે શારીરિક રીતે ત્રાસ આપ્યો નથી
- ફરિયાદી પક્ષ એટલું જ કહી રહ્યો છે કે, શશિ થરુરના લગ્નેત્તર સંબંધો હતા
નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે(Rouse Avenue Court ) સુનંદા પુષ્કર(Sunanda Pushkar) મૃત્યુ કેસમાં શશિ થરુર(Shashi Tharoor) વિરુદ્ધના આરોપો ઘડવા અંગેની સુનાવણી ટાળી દીધી છે. 12 એપ્રિલના રોજ સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપો ઘડવાની બાબતમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચોઃ 'હિન્દુત્વ'ની સફળતાનો અર્થ ભારતના નિશ્ચયનો અંત: શશિ થરુર
ઉશ્કેરવાનો આરોપ લગાવવાનો કોઇ મતલબ નથી
ગત 26મી માર્ચે આ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશિ થરુરે(Shashi Tharoor) કહ્યું હતું કે, જ્યારે આત્મહત્યાનો આરોપ સાબિત જ થતો નથી, ત્યારે ઉશ્કેરવાનો આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી.
સંબંધીઓએ શશિ થરુર પર કોઈ આરોપ લગાવ્યો નથી
શશિ થરુર(Shashi Tharoor) તરફથી વકીલ વિકાસ પાહવાએ આ કેસમાં શશી થરુર(Shashi Tharoor)ને નિર્દોષ જાહેર કરવાની માગ કરતા કહ્યુ હતું કે, શશિ થરુરે (Shashi Tharoor)સુનંદા પુષ્કર(Sunanda Pushkar)ને માનસિક કે શારીરિક રીતે ત્રાસ આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે, સુનંદા પુષ્કર(Sunanda Pushkar)ના સંબંધીઓના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, તે આત્મહત્યા કરી શકે નહીં. સંબંધીઓએ શશિ થરુર(Shashi Tharoor) પર કોઈ આરોપ લગાવ્યો નથી. ફરિયાદી પક્ષ એટલું જ કહી રહ્યો છે કે, શશિ થરુર(Shashi Tharoor)ના લગ્નેત્તર સંબંધો હતા.
શશિ થરુરને આરોપી બનાવવામાં આવ્યો છે
આ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા 14મી મે 2018ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં શશિ થરુર(Shashi Tharoor)ને આરોપી બનાવવામાં આવ્યા છે. શશિ થરુર(Shashi Tharoor)ને ભારતીય દંડ સંહિતાની કલમ 498એ અને 306 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભારત પાકિસ્તાનને કાશ્મીરની એક પણ ઈંચ જમીન નહીં આપે: શશિ થરુર
બન્નેએ 22 ઓગસ્ટ 2010ના રોજ લગ્ન કર્યા હતા
ચાર્જશીટમાં જણાવાયું છે કે, સુનંદા પુષ્કર(Sunanda Pushkar)નું શશિ થરુર(Shashi Tharoor) સાથેના લગ્નના 3 વર્ષ, 3 મહિના અને 15 દિવસની અંદર અવસાન થયું હતું. બન્નેએ 22 ઓગસ્ટ 2010ના રોજ લગ્ન કર્યા હતા. 1 જાન્યુઆરી, 2015ના રોજ, દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.