ન્યુયોર્કઃ જો લોકો પોતાના રોજીંદા જીવનમાં કોઇ પણ હળવા તણાવની સ્થિતિમાંથી પસાર થતા નથી, તો તેઓ હંમેશા સારી સ્થિતિ ગણવામાં આવતી નથી. રિસર્ચરનું કહેવું છે કે, જે લોકો કોઇ પણ તણાવનો અનુભવ કરતા નથી તેમની સ્થિતિ હંમેશા સુપર ચાર્જ અનુભવ કરવાની ભાવના પ્રતિ નકારાત્મક હોઇ શકે છે. એત તાજેતરનાં અભ્યાસથી જાણવા મળ્યું છે કે,જે લોકોએ કોઇ પણ પ્રકારનાં તણાવનો અનુભવ નથી કર્યો, તેમનું રોજીંદું જીવન સારુ પસાર થાય છએ અને તેમને જૂની સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિને ઓછી લડવી પડશે. પરંતું તેની સાથે જ તેમને એ વસ્તુઓનું જ્ઞાન પણ ઓછું પ્રાપ્ત થશે.
પેન સ્ટેટનાં રિસર્ચર ડેવિડ એમ.અલ્મેદિયા મુજબ, અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, દૈનિક ધોરણે નાના-નાના તણાવ અસુવિધા ઉત્પન્ન કરી શકે છે, પરંતું સાથે જ આ મગજને લાભ પણ આપી શકે છે. ડેવિડે કહ્યું, સંભવ છે કે તણાવનો સામનો કરવો તમારા માટે સમસ્યાને સુધારવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, તમારા કમ્પ્યુટરને ચાલુ કરવું, જે એક મહત્વપૂર્ણ ઝૂમ મિટિંગ પહેલા અચાનક તૂટી ગયુ હતું. તેમણે વધુમાં કહ્યું, આ માટે આ તણાવોનો અનુભવ કરવો સુખદ નથી, પરંતું સાથે જ તે તમને એક સમસ્યાને સુધારવા માટે મજબૂર કરી શકે છે અને આ વાસ્તવમાં સંજ્ઞાનાત્મક કામ માટે સારુ રહેશે.
રિસર્ચર પ્રમાણે, ગયા અભ્યાસમાં મોટી સંખ્યામાં તણાવના નકારાત્મક પરિણામોને લઇને વધુ જોખમ સાથે જોડવામાં આવ્યો હતો, જેમ કે જૂની બીમારી કે ભાવનાત્મક રૂપથી કમજોર પડી જવું. જર્નલ ઇમોશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ માટે રિસર્ચરોએ 2,711 સ્પર્ધકોના ડેટાઓનો ઉપયોગ કર્યો છે. અભ્યાસની શરૂઆત પહેલા સ્પર્ધક જ્ઞાન સંબંધિત પરિક્ષણમાંથી પસાર થશે. અભ્યાસ માટે સ્પર્ધકોએ સતત આઠ રાત્રિ સુધી દરેક રાત્રે એક વિશેષ સાક્ષાત્કારમાંથી પસાર થવું પડશે. જેમાં તેમની મનોદશા, જૂની વાતો, શારિરીક લક્ષણો- જેમ કે માથાનો દુખાવો, ખાંસી કે ગળામાં થતા દુખાવા વિશે પૂછવામા આવ્યું હતું. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે એ દરમિયાન તેમણે દિવસભર શું કર્યું હતું.
ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, રિસર્ચરોએ જાણ્યું કે તેઓને લાભ થયો છે, જેને અભ્યાસ દરમિયાન કોઇ તણાવ હતો નહિ અને આ સ્પર્ધકોમાંથી તેમની સંખ્યા લગભગ 10 ટકા જ રહી છે. આ સહભાગીઓમાં જૂની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પણ ઓછી જોવા મળી અને આખઓ દિવસ તેમનો મૂડ પણ સારો રહેવાના સંકેત મળ્યો હતો. જો કે જે લોકોમાં કોઇ તણાવ જોવા મળ્યો નથી, તેઓ તેમના જ્ઞાન તથા વિવેકનો ઉપયોગ કરી સારું પ્રદર્શન કરવામાં તુલનાત્મક રૂપથી ઓછી સંક્ષમ જોવા મળ્યા હતા. આ જ કારણ છે કે આ રિસર્ચ પછી રિસર્ચરોનું કહેવું છે કે દૈનિક જીવનમાં ઓછો તણાવ આપણા મગજ માટે ઘણા ફાયદાકારક પણ હોઇ શકે છે- આઇએએનએસ
પીસીઓએસ ઓછી કરવા માટે સારુ ડાયેટ કામ લાગી શકે છે
પોલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ ગર્ભધારણ મહિલાઓમાં સરખું હાર્મોનલ વિકાર છે. પીસીઓએએસનાં કારણે વજન કેમ વધે છે? પીસીઓએસ શરીર માટે હાર્મોન ઇન્સ્યુલિનનાં ઉપયોગને અઘરું બનાવે છે. જે સામાન્ય રીતે ખાંડ અને સ્ટાર્ચનાં ભોજનથી ઉર્જામાં પરિવર્તિત કરવા માટે મદદ કરે છે.
ઇન્સ્યુલિન પ્રતિકાર નામે આ સ્થિતિમાં રક્તપ્રવાહમાં ઇન્સ્યુલિન અને ખાંડ-ગ્લુકોઝનું નિર્માણ હોય છે. ઉચ્ચ ઇન્સ્યુલિનનું સ્તર એન્ડ્રોજન નામના પુરુષ હોર્મોનના ઉત્પાદકને વધારે છે. આ શરીરનાં વાળની વૃધ્ધિ, અનિયમિત પિરિયડ અને વજન વધારવા જેવા લક્ષણોને જન્મ આપે છે. કારણ કે વજન વધવાનું કારણ પુરુષ હોર્મોન છે. આ સામાન્ય રીતે પેટમા હોય છે. પેટની ચર્બી સૌથી ખતરનાક પ્રકારની ચરબીયુક્ત હોય છે અને આ હદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સ્થિતિનાં વધતા જોખમ માટે જવાબદાર છે.
રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ જેવા કે સ્ટાર્ચ અને ખાંડ યુક્ત ખાદ્ય પદાર્થોમાં સારો આહાર ઇન્સ્યુલિન પ્રતિકારનું કારણ બની શકે છે, અને તે માટે વજન ઓછુ કરવું વધુ અઘરું થઇ જાય છે. ક્લિનિકલ ન્યુટ્રિશિયન, ડો. રેણુ ગર્ગે આ સંબંધે ઇટીવી ભારત સુખીભવાને ખાસ જાણકારી આપી હતી.
આ ખાદ્ય પદાર્થોથી બચોઃ
ઉચ્ચ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ વાળા ખાદ્ય પદાર્થ જેવા કે સફેદ બ્રેડ, મફિન, પાસ્તા, નૂડલ્સ, સોજી, પિઝા, સફેદ ચોખા, લોટમાંથી બનેલી કોઇ પણ વસ્તુ કાર્બ્સ વધારે અને ફાઇબર ઓછું હોય છે. સુગર યુક્ત નાસ્તો અને પાણી- પેસ્ટ્રી, ડેઝર્ટ, સોડા અને જ્યુસ, સ્મૂધી અને એનર્જી ડ્રીંક. કેક, કેન્ડી, કુકીઝ, મીઠા અનાજ, દહીમાં સુગર. ખાદ્ય પદાર્થોનાં લેબલ વાંચતા સમયે સુગરનાં વિવિધ નામ જેવા કે સુક્રોઝ, હાઇ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, ડેક્સટ્રોઝની માત્રા ચકાસી લેવી જોઇએ.
ઉત્તેજક ખાદ્ય પદાર્થ જેવા કે પ્રોસેસ્ડ ફૂડ અને રેડ મીટ જેમ કે હોટ-ડોગ. રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ સોજો આવવાનું કારણ બની શકે છે. ઇન્સ્યુલિન પ્રતિકારને વધારે છે, આ માટે તેનાથી બચવું જોઇએ અથવા સિમિત રૂપથી સેવન કરવું જોઇએ. પી.સી.ઓ.એસ. માં આનુવંશિક રીતે બદલાયેલા ખોરાકનું સેવન ટાળો. જ્યારે તમે આ પ્રકારનો ખોરાક ખાવ છો, ત્યારે તમે રાસાયણિક (હર્બિસાઇડ / જંતુનાશક) નાનો ડોઝ ગળી લો છો. આ રસાયણો હોર્મોન્સના કાર્યમાં દખલ કરે છે અને ઝેરી હોય છે.
તળેલા ખાદ્યપદાર્થ જેવા કે ભજીયા, પૂરીનાં નિયમિત સેવનથી બચવું જોઇએ, જે ચરબીયુક્ત હોય છે. આ એસ્ટ્રોજન ઉત્પાન વધારી શકે છે, જે તમારા પીસીઓએસનાં લક્ષણોને પ્રભાવિત કરી શકે છે. કૃત્રિમ કે ભારે પ્રોસેસ વસ્તુઓ, વધુ સુગર સાથે દહી, મીઠા આલ્કોહોલ વાળા આઇસ્ક્રીમ જેવા ડેરી ઉત્પાદને સિમિત કરવા જોઇએ. દારૂને સિમિત કરવી જોઇએ, કારણ કે દારુ લિવર અને આંતરડા માટે ઝેર સમાન છે. તે માટે આને ફેટ લિવર પ્રબંધન માટે સિમિત કરવામા આવ્યું છે.
સારુ ખાવું
ઉચ્ચ ફાઇબર આહાર લેવો. ફળ, શાકભાજી અને અનાજ પર ભાર આપવો જોઇએ. ઉચ્ચ ફાઇબર ખાદ્ય પદાર્થ જેવા કે બ્રોકલી, ફ્લાવર અને ફણગાયેલા કઠોળ, લીલા અને લાલ મરચા, વટાણા અને દાળ, બદામ વગેરેને આહારમાં લેવા જોઇએ. દિવસભરમાં 4-6 વાર આહાર લેવો, જે તમારા લોહીનાં સ્તરને બનાવી રાખવામાં મદદ કરશે. લીન પ્રોટીન જેમ કે માછલી, ચિકનનો આહારમાં સામેલ કરવો જોઇએ. આહારમાં હળદર અને ટમેટું, કેળા, પાલક, બદામ અને અખરોટ જેવા એન્ટી ઇન્ફ્લામેટરી ખાદ્ય પદાર્થ અને મસાલા સામેલ કરવા જોઇએ. બ્લૂબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળ ખાવા જોઇએ.
સ્વસ્થ ચરબીયુક્ત આહાર લેવો જોઇએ. જેમાં માછલી, એવોકૈડો અને જૈતુનનું તેલ સામેલ છે. પીસીઓએસ લક્ષણોના સંચાલનમાં અસંતૃપ્ત ચરબી આવશ્યક છે. આવશ્યક ફેટી એસિડ્સ હોર્મોન્સનું સંતુલન અને વજન જાળવવામાં મદદ કરે છે. આહારમાં મેગ્નેશિયમ યુક્ત ખાદ્ય પદાર્થને સામેલ કરવા કારણકે મેગ્નેશિયમની કમી ઇન્સ્યુલિનના પ્રતિકારના વધતા જોખમ સાથે સંબંધિત છે. જેમ કે પાનાવાળા શાક, સૂકામેવા અને બીજ(જેવા કે સૂરજમુખી વગેરે)
તાજા ફળો ફાઇબરથી ભરપૂર હોય છે અને વિટામિન અને ખનિજો માટે આવશ્યક હોય છે. ઓછા જીઆઇ વાળા ફળોમાં ચેરી, પ્લમ, સફરજન સામેલ છે. પ્રોસેડ વગરના અને ગેર આનુવંશિક સંશોધિત સોયા ખાદ્ય પદાર્થને લેવા જોઇએ. એવો કોઇ વિશેષ આહાર નથી જે પીસીઓએસને રોકી શકે અથવા તેનો ઉપાય કરી શકે. પરંતું સારી રીતે ખાવાથી અને સક્રિય થવાથી પીસીઓએસની કેટલીક દીર્ઘકાલિક જટિલતાઓનાં પ્રબંધનમા મદદ મળી શકે છે.
પીસીઓએસ માટે એક ડાયેટ પ્લાન જો યોગ્ય ડાયટિશિયન પાસે લેવામા આવે તો તમારા વજનને ઓછું કરવામાં મદદ કરી શકે છે અને ડાયાબિટીસ અને હદય રોગનાં દીર્ઘકાલિક દુખાવાને ઓછુ કરી શકે છે. તેથી તમે જો પીસીઓએસથી પીડિત છો તો એક સારા ડાયટિશિયનનો સંપર્ક કરવો જોઇએ. વધુ જાણકારી માટે ન્યુટ્રીશિયન ડો. રેણુ ગર્ગને rghomoeo@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.