ETV Bharat / bharat

રાજસ્થાનમાં હિંદુ નવા વર્ષ પર નીકળેલી રેલી પર પથ્થરમારો, 42 ઘાયલ

રાજસ્થાનના કરૌલીમાં હિન્દુ નવા વર્ષની (કુડી પડવા) રેલી (Hindu New Year rally in Karauli) પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 42 લોકો ઘાયલ થયા હતા.ત્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સાવચેતીના ભાગરૂપે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સાથે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

author img

By

Published : Apr 3, 2022, 9:26 AM IST

રાજસ્થાનમાં હિંદુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી રેલી પર પથ્થરમારો, 42 ઘાયલ, કરફ્યુ લાદવામાં આવ્યો

કરૌલી: રાજસ્થાનના કરૌલીના તોરી હટવારા બજારમાં હિંદુ નવા વર્ષની (કુડી પડવા) ઉજવણી નિમિત્તે શહેરમાં નીકળેલી રેલી (Hindu New Year rally in Karauli) પર પથ્થરમારો થયો (Stone throwing in Karauli) હતો. આ મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. પથ્થરમારા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ લગભગ 6 દુકાનો અને હાથગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 42 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 15ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. એક ઘાયલને જયપુર રીફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત

આ ઘટના બાદ સાવચેતીના પગલારૂપે સમગ્ર શહેરમાં કર્ફ્યુની સાથે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના બાદ તંગદિલી પ્રસરી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાતી રોકવા માટે પ્રશાસન દ્વારા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.મળતી માહિતી મુજબ, કેટલાક લોકોએ રેલી પર અચાનક પથ્થરમારો કર્યો હતો, જેના પછી ઘર્ષણ થયુ હતુ. તેથી આ વિસ્તારમાં સ્થિતિ વણસી હતી અને તણાવભી સ્થિતી સર્જાઈ હતી.

રોષે ભરાયેલા યુવાનોએ દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. આગમાં અડધો ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. તેમ જ હોસ્પિટલની બહારના ફળોના સ્ટોલને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. શહેરમાં વણસતી સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે તાત્કાલિક પગલાં લેતા કર્ફ્યુના આદેશો જાહેર કર્યા છે. સાથે જ એસપી શૈલેન્દ્ર સિંહ સાથે શહેરમાં જઈને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર પૂરનમલ વર્માએ જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલમાં 15 લોકોની સારવાર ચાલી રહી છે. 27 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. તે જ સમયે, એક ગંભીર રીતે ઘાયલને જયપુર રિફર કરવામાં આવ્યો છે. સાથે જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ગાડીઓએ દુકાનોમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: Fire in Ahmedabad : મેમ્કો બ્રિજ નીચે પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ, 19 ફાયર ગાડી દોડી ગઇ

શહેરમાં દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત તૈનાતઃ કરૌલી શહેરમાં અચાનક થયેલા પથ્થરમારા અને ત્યારપછીના બદલાવ વચ્ચે શહેરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. દુકાનદારો દુકાનો બંધ કરીને પોતાના ઘર તરફ દોડી ગયા હતા. જે બાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે મોરચો સંભાળીને દરેક ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કર્ફ્યુના આદેશો જાહેર કર્યા પછી પોલીસ પ્રશાસને સામાન્ય લોકોને તેમના ઘરોમાં રહીને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

કરૌલીમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે, સરકારે વધારાના પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. મળતી માહિતી મુજબ, 50 પોલીસ અધિકારીઓ સહિત 600થી વધુ પોલીસકર્મીઓને કરૌલી મોકલવામાં આવ્યા છે. એડીજી સંજીવ નર્જરી, આઈજી ભરત મીના, ડીઆઈજી રાહુલ પ્રકાશ અને એસપી મૃદુલ કછાવાને કરૌલી મોકલવામાં આવ્યા છે. ભરતપુર આઈજી પ્રફુલ્લ કુમાર મિશ્રા અને આઈજી લો એન્ડ ઓર્ડર ભરત લાલ મીના કરૌલી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિક મહાર્નિદેશક કાયદો અને વ્યવસ્થાના હવા સિંહ ઘુમરિયાએ પણ કરૌલી જિલ્લાની સામાન્ય જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે.

કરૌલીમાં પથ્થરબાજી બાદ સર્જાયેલા તણાવ વચ્ચે, પંચાયતી રાજના પ્રધાન રમેશ મીણાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતુ. તેમજ ઘટના અંગે જિલ્લા કલેક્ટર અને એસપી પાસેથી માહિતી લેવામાં આવી હતી. તે જ સમયે કરૌલીના એસપી શૈલેન્દ્ર સિંહે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શોભાયાત્રા દરમિયાન બનેલી ઘટનાને કારણે કરૌલી શહેરમાં કલમ 144 લગાવીને સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સામાન્ય જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે. તેમણે શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ પ્રશાસનને મદદ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિની તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા પોલીસ સ્ટેશનને જાણ કરો અને અફવાઓ પર ધ્યાન ન આપો.કરૌલીના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ આગચંપી થઈ છે. સ્થિતિ ગંભીર છે, પરંતુ નિયંત્રણમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.