મુંબઈ : 28 જુલાઈ શુક્રવાર રોજ શેરબજારની નબળી શરુઆત થઈ હતી. ચાલુ અઠવાડિયામાં શરુઆતી સુસ્ત પ્રદર્શન બાદ વચ્ચે બે દિવસ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 106 પોઈન્ટના કડાકા સાથે 66,160.20 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી પણ લગભગ 14 પોઈન્ટના ઘટાડા સાથે 19,646.05 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શેરબજાર શરૂઆતના વેપારમાં સપાટ ખુલ્યું હતું. BSE Sensex શરૂઆતના કારોબારમાં 66,266.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ 19,659 પોઈન્ટ પર સારી શરુઆત કરી હતી.
BSE સેન્સેક્સ : આજે 28 જુલાઈ, શુક્રવારના રોજ BSE Sensex 66,266.35 પર સપાટ શરુઆત કરી હતી. આજના ટ્રેડિંગ સેશનના અંતે લગભગ 106 પોઈન્ટ જેટલા કડાકા સાથે 66,160.20 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન 65,878.65 ડાઉન જઈને મહત્તમ 66,351.22 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,266.82 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty ઈનડેક્સ : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 14 પોઈન્ટના ઘટાડા સાથે 19,646.05 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,659.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સુસ્ત માહોલના પગલે મહત્તમ 19,695.90 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 19,563.10 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty ઈનડેક્સ નજીવો ઉછાળો લઈને 19,659.90 પોઈન્ટ પર બંધ થયો હતો.
કોણ કેટલા પાણીમાં ? સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઇન્ડિયાબુલ્સ Hsg (6.62 %), ટાટા પાવર (6.22 %), ટાટા કેમિકલ્સ (5.78 %), એલઆઈસી હાઉસિંગ ફાઈન (4.09 %) અને એનટીપીસી (3.99 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ડૉ લાલ પેથલેબ્સ (-5.13 %), M&M ફાઇનાન્શિયલ (-3.96 %), હિન્દપેટ્રો (-3.89 %), આઇઓસી (-3.4 %) અને ગ્લેનમાર્ક (-2.87 %)નો સમાવેશ થાય છે.
બજારમાં નબળા સંકેત : વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં હળવી ખરીદી જોવા મળી હતી. પરંતુ શરૂઆતના સેશનમાં માત્ર મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને આઈટી શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.