- અયોધ્યામાં STFને મળી મોટી સફળતા
- 255 પેટી ગેરકાયદાકીય દારુ કર્યો જપ્ત
- ફેક્ટરીના માલિક સહિત 5ની ધરપકડ
અયોધ્યા: અયોધ્યમાં ચાલી રહેલા ગેરકાયદાકિય દારુનાં ધંધનો યુપી STFએ ભાંડાફોડ કર્યો છે. અયોધ્યા પહોંચેલી અયોધ્યાની ટીમે રોહોણી પોલીસ અને આબકારી વિભાગની સંયુક્ત કાર્યવાહી દ્વારા લગભગ 2 કરોડની ગેરકાયાદીય અંગ્રેજીદારુનો જથ્થો અને ભારી માત્રમાં સ્પ્રિટ અને દારુ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.
આ વિશે સ્થાનિક પોલીસને પણ ના ખબર પડી ના તો આબાકારી વિભાગને
રોહોણી પોલીસ સ્ટેશન વિસ્તારના સલારપુરમાં ગેરકાયદાકીય દારુ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી, પરંતુ આ વિશે ન તો સ્થાનિય પોલીસને ન ખબર પડી ન તો આબકારી વિભાગને આ વિશે કોઇ જાણ હતી.
આ પણ વાંચો : વલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો
ફેક્ટરીના ભોંયરામાંથી 255 ગેરકાયદાકીય દારુંના બોક્સ અને 44 ડ્રમ સ્પ્રિટ વગેરે જપ્ત
ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયાકીય શરાબ વિરુધ્ધ ચલાવામાં આવી રહેલા અભિયાનને એસટીએફને મોટી સફળતા મળી છે અને ધર્મ નગરી અયોધ્યમાં ચાલી રહેલા ગેરકાયદાકીય દારુના કારખાનાઓમાં દરોડા પાડ્યા અને ભોંયરામાંથી 255 પેટી ગેરકાયાકીય દારુનો જથ્થો જપ્ત કર્યો.
44 ડ્રમ સ્પ્રિટ. 500 લીટર ગેરકાયદાકીય દારુની 3 ટાંકી અને ભારી મા્ત્રમાં બોટલ અને રૈપર અને દારું બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં દરોડા દરમિયાન ફેક્ટરીના માલિક સહિત 5 બીજા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.