ETV Bharat / bharat

Vaishno Devi Stampede : નવા વર્ષ પર વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગથી 12ના મોત, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી સંવેદના - માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ

Stampede at Mata Vaishno Devi Bhawan : જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષ દરમિયાન વૈષ્ણો દેવી મંદિર પરિસરમાં નાસભાગને કારણે 12 શ્રદ્ધાળુઓના મોત (Stampede occurs at Mata Vaishno Devi Bhawan) થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, હજુ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. આ ઉપરાંત, સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 14 થી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

નવા વર્ષ પર વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ, 6ના મોત

author img

By

Published : Jan 1, 2022, 6:59 AM IST

Updated : Jan 1, 2022, 10:39 AM IST

જમ્મુ: નવા વર્ષના પહેલા દિવસે જમ્મુમાં માતા વૈષ્ણો દેવી મંદિર પરિસર નજીક માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગ (Stampede occurs at Mata Vaishno Devi Bhawan) મચી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવી ચૂક્યા છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તના જણાવ્યા અનુસાર, મૃત્યુના ચોક્કસ આંકડાઓ વિશે હજુ સુધી સાચી માહિતી પ્રાપ્ત થઈ નથી. નાસભાગમાં મૃત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી.

  • #UPDATE: 12 dead, 13 injured in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra. The incident occurred around 2:45 am, and as per initial reports, an argument broke out which resulted in people pushing each other, followed by stampede: J&K DGP Dilbagh Singh to ANI

    (file photo) pic.twitter.com/EjiffBTMaJ

    — ANI (@ANI) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

26 અન્ય લોકોને ઈજાગ્રસ્ત

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને ધર્મસ્થાનના પ્રતિનિધિઓ સ્થળ પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોની ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઓછામાં ઓછા 26 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ પણ અનેક ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

  • An ex-gratia of Rs 10 lakh for the next of kin of those who died in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra; Rs 2 lakh for the injured: J&K LG Manoj Sinha pic.twitter.com/XiM0hfOlFE

મૃત્યું પામેલા લોકોના પરિવારોને સહાય

જમ્મુ કશ્મીર એલજી મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, કટરામાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરીવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ સહાયની કરી જાહેરાત

ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ ઘટના બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે, મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી પ્રત્યેક રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

  • Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri @manojsinha_ Ji, Ministers Shri @DrJitendraSingh Ji, @nityanandraibjp Ji and took stock of the situation.

    — Narendra Modi (@narendramodi) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

12 લોકોના મૃતદેહ હોસ્પિટલે પહોંચ્યા

ANI અનુસાર, કટરા સ્થિત હોસ્પિટલના BMO ડૉક્ટર ગોપાલ દત્તે કહ્યું કે, 12 લોકોના મૃતદેહ અમારી પાસે પહોંચ્યા છે. અમારી પાસે હજુ સુધી સંપૂર્ણ વિગતો સામે આવી નથી. દત્તે વધુમાં કહ્યું કે, મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઈજાગ્રસ્તોને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત, ઈજાગ્રસ્તોની કુલ સંખ્યાની પણ પુષ્ટિ થઈ નથી. આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓના મોત નીપજ્યા છે.

યાત્રા રોકવામાં આવી

નાસભાગ બાદ પ્રશાસન અને મેનેજમેન્ટે આગળના આદેશ સુધી યાત્રા રોકી દીધી છે. નોંધનીય છે કે, નવા વર્ષ નિમિત્તે ઘણા રાજ્યોમાંથી ભક્તો માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન કરવા કટરા પહોંચે છે. તહેવારોના અવસરે માતા વૈષ્ણો દેવીના મંદિરે આવનારા ભક્તોની સંખ્યામાં અન્ય દિવસોની સરખામણીએ વધારો થાય છે.

Last Updated : Jan 1, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.