- સોનિયા ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે
- સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે તેની જવાબદારી નિભાવી નથી
- કેન્દ્ર દ્વારા બધાને મફત રસી આપવી આર્થિક રીતે વધુ ન્યાયી બનશે
ન્યુ દિલ્હીઃ કોરોના મહામારીની નવીનતમ સ્થિતિને લઇને કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે તેની જવાબદારી નિભાવી નથી અને કોરોનાના રસીકરણને રાજ્ય પર છોડી દીધું છે.
આ પણ વાંચોઃ વિરોધી પક્ષોએ નિઃશુલ્ક રસીકરણ અભિયાનની કરી માગ
સોનિયા ગાંધીએ માગ કરી હતી કે બધા માટે મફત રસીની વ્યવસ્થા કરવામાં આવે
સોનિયા ગાંધીએ માગ કરી હતી કે, બધા માટે મફત રસીની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા બધાને મફત રસી આપવામાં આવે તો આર્થિક રીતે વધુ ન્યાયી બનશે.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને રસીકરણ અંગે લખ્યો પત્ર, નવી રસીની પોલીસી પર ઉઠાવ્યા સવાલ