નવી દિલ્હી/ગાઝિયાબાદઃ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. (skull of dead body missing after cremation)અહીં એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે જ્યારે પરિવારના સભ્યો અસ્થી એકત્ર કરવા માટે સ્મશાન પર પહોંચ્યા ત્યારે અગ્નિસંસ્કારના સ્થળે તંત્ર-મંત્ર ક્રિયા સાથે જોડાયેલી વસ્તુઓ મળી આવી હતી. માંસના કેટલાક ટુકડા પણ ત્યાં રાખવામાં આવ્યા હતા.
ખોપરી પણ ગાયબ: પરિજનોનો આરોપ છે કે, જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેના મૃતદેહમાંથી ખોપરી પણ ગાયબ છે. આ બાબતની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દરગઢી વિસ્તારનો છે.
શનિવારે અવસાન થયું હતું: પરિવારે જણાવ્યું હતુુ કે, 55 વર્ષીય મંગેરામનું શનિવારે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે અસ્થિ વિસર્જન માટે જવાનું હતું. આ માટે જ્યારે પરિવાર રાખ એકઠી કરવા આવ્યો તો તેને આશ્ચર્ય થયું હતુ.
માંસના ટુકડા: પરિવારના સભ્યોનું કહેવું છે કે, જ્યારે તેઓ સ્મશાન પર આવ્યા ત્યારે તેમણે અંતિમ સંસ્કારના સ્થળે માંસના ટુકડા જોયા. દારૂની બોટલ હતી. આ ઉપરાંત તંત્ર મંત્રનો સામાન પણ પડ્યો હતો. આ સિવાય કેટલાક હાડકા પણ ગાયબ છે. આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.
પોલીસે ઘણી મદદ કરી: પીડિત પરિવારે આગળ કહ્યુ હતુ કે, પોલીસે ઘણી મદદ કરી છે. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ મામલામાં સ્મશાન સાથે જોડાયેલા કર્મચારીઓની પણ પૂછપરછ કરી રહી છે.