- પૂર્વી ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- વડાપ્રધાન મોદીએ ભૂકંપને લઈને નુકસાનની કરી સમીક્ષા
- વડાપ્રધાન મોદી ચાર પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી રહ્યા છે વાતચીત
નવી દિલ્હી: પટનામાં સોમવાર (5 એપ્રિલ)ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરરિયા જિલ્લા અને કિશનગંજ જિલ્લા સહિત અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય સિસ્મોલોજી સેન્ટરમાંથી મળેલી માહિતી અનુસાર, સિક્કિમ નેપાળ સરહદ નજીક 5.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપને કારણે કોઈ જાન-માલને નુકસાન થયાંના સમાચાર નથી.
વડાપ્રધાન મોદીએ ભૂકંપને લઈને નુકસાનની કરી સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વી ભારતમાં ભૂકંપથી થતાં નુકસાનની સમીક્ષા લીધી હતી. તેમણે બિહાર, આસામ અને સિક્કિમના મુખ્યપ્રધાનો સાથે પણ વાત કરી છે. સરકારી સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. ભૂકંપ રાત્રે 8.49 વાગ્યે ભારત-ભુટાન સરહદ નજીક 10 કિ.મી.ની ઉંડાઈ પર ત્રાટક્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
વડાપ્રધાન મોદી ચાર પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી રહ્યા છે વાતચીત
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, 'વડાપ્રધાન મોદી ભૂકંપને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ચાર પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ બિહાર, આસામ, સિક્કિમના મુખ્યપ્રધાનો સાથે વાત કરી ચૂક્યા છે'
આ પણ વાંચો: રાજસ્થાનના રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
ભરૂચમાં વર્ષ 1970માં સૌથી વધુ 5.4 તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રક્ષાબંધનના દિવસે ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા 1970થી 2020 સુધીના 50 વર્ષના ગાળામાં 21 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે. બન્ને જિલ્લામાં આવેલા ભૂકંપની મહત્તમ તીવ્રતા 5.4, જ્યારે ન્યૂનતમ તીવ્રતા 2.6 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. ભરૂચ શહેરમાં 23 માર્ચ 1970એ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર 50 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચૂક્યાં છે.