સુરત: શિવસેનાના ધારાસભ્યો સુરત પહોંચવાના મામલે મહારાષ્ટ્ર રાજ્યમાં ભૂકંપ સર્જાયો છે. જેને લઈને શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર (Shiv Sena leader Milind Narvekar) અને રવિન્દ્ર ફાટક સુરતની હોટલ પહોંચ્યા હતા. પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દેવામાં આવ્યા. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra police at surat)ને પણ સુરત પોલીસે અટકાવી અને પછી અંદર જવા દીધા. બંને નેતાઓ સુરતની હોટલ (Eknath shinde surat hotel) ખાતે આવી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી રોષ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હવે તોઓ સુરતથી દિલ્હી જવા રવાના થયા છે.
આ પણ વાંચો: શિવસેનાના 50 ટકા ધારાસભ્યો બીજેપીની ફેવરમાં: નવનીત રાણા
મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક શિવસેનાના ધારાસભ્યોને મળવા સુરત પહોંચ્યા હતા અને ગંભીર ચર્ચા કરી હતી. શિવસેનાના નેતા રવિન્દ્ર ફાટક (Shiv Sena leader Ravindra Phatak) પોતે કાર ચલાવીને હોટલ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ નારાજ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકરને તાબડતોબ સુરત ખાતે મોકલ્યા હતા. બંને નેતાઓ સુરતની હોટલ ખાતે આવી એકનાથ શિંદે (Eknath shinde surat hotel) સાથે મુલાકાત કરી રોષ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હવે તોઓ સુરતથી દિલ્હી જવા રવાના થયા છે.
-
Gujarat | Shiv Sena leaders Milind Narvekar and Ravi Pathak reach Le Meridien hotel in Surat where some Shiv Sena leaders are staying. pic.twitter.com/7KkjV03sLD
— ANI (@ANI) June 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Shiv Sena leaders Milind Narvekar and Ravi Pathak reach Le Meridien hotel in Surat where some Shiv Sena leaders are staying. pic.twitter.com/7KkjV03sLD
— ANI (@ANI) June 21, 2022Gujarat | Shiv Sena leaders Milind Narvekar and Ravi Pathak reach Le Meridien hotel in Surat where some Shiv Sena leaders are staying. pic.twitter.com/7KkjV03sLD
— ANI (@ANI) June 21, 2022
આ પણ વાંચો: Eknath Shinde Latest News : અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું
એકનાથ શિંદેના ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે, તેઓ શિવસેના સામે છેડો ફાડવાની ફૂલ તૈયારીમાં છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા એકનાથ શિંદેનો કોઈ કોન્ટેક્ટ ન થતાં તેમના ખાસ ગણાતા બે લોકોને મનાવવા સુરત મોકલ્યા છે. મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક શિંદેના ખાસ મિત્રો છે. જેથી તેમણે આ જવાબદારી શિવસેના તરફથી સોંપવામાં આવી છે. પણ હિન્દુત્વનો રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ કેવી રીતે પાર પાડે છે તે હોટલની મુલાકાત બાદ બહાર આવશે.