ETV Bharat / bharat

શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમની મા સુંનદા શેટ્ટી વિરુદ્ધ કોરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં લખનઉ પોલીસ નિવેદન નોંધવા મુંબઈ પહોંચી છે.

શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો
શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો
author img

By

Published : Aug 9, 2021, 1:07 PM IST

Updated : Aug 9, 2021, 1:27 PM IST

  • શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો
  • શિલ્પા અને તેની માતા પર છેતરપીંડીનો કેસ
  • ધરપકડ થવાની શક્યતા

લખનઉ: વિભુતિ ખંડ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમની માં સુંનદા શેટ્ટી ઉપર એમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણે પોતાના સાથે થેયલી છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. રોહિત વીર સિંહે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને કાર્યવાહીની માગ કરી છે. આ કેસમાં પોલીસ તપાસ ઝડપી થઈ ગઈ છે.

શિલ્પા શેટ્ટીની થઈ શકે છે ધરપકડ

શિલ્પા શેટ્ટી અને તેમની મા સુનંદાની ભૂમિકા કરોડો રૂપિયાની છેતરપીંડીમાં બહાર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજરતગંજ પોલીસે એક મહિના પહેલા જ શિલ્પા શેટ્ટીની માતાને નોટીસ મોકલી દીધી હતી પણ વિભૂતિ ખંડમાં દાખલ કેસમાં ડીસીપી પૂર્વીની એક વિશેષ ટીમ અલગથી તપાસ માટે મુંબઈ પહોંચી હતી. પૂર્વ ઝોનની પોલિસ નોટીસ આપવા સાથે તપાસ કરી પૂછપરછ પણ કરશે. અનુમાન લગાવામાં આવી રહ્યો છે કે પોલીસ તપાસમાં શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટીની ભૂમિકા સ્પષ્ટ થયા પછી ધરપકડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક , 8 વર્ષની બાળકી સહિત 8 ના મોતથી અરેરાટી

સલૂનના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટી પર કરોડ રૂપિયાની છેતરપીંડીનો કેસ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા. પિડીતોના આરોપ છે કે, શિલ્પા શેટ્ટી અને તેમની મા દ્વારા સ્કીન સલૂન અને સ્પા નામની એક કંપની ખોલવામાં આવી હતી. કંપની ખોલ્યા બાદ કંપનની કેટલાય અધિકારીઓએ સંપર્ક કર્યો હતો અને સેન્ટર આપવવાના નામે કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં ઓમેક્સ હાઈલાઈટ્સમાં રહેવાવાળા જ્યોત્સના ચૌહાણે વિભૂતિ ખંડમાં અને રોહિત અને વીર સિંહે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

1 વર્ષ પહેલા નોંધવામાં આવ્યો હતો કેસ

આ કેસમાં જ્યોત્સના ચૌહાણે જણાવ્યું હતું કે પાછલા વર્ષે તેમણે આ કેસ વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. તેમની ફરીયાદ હતી કે વેલનેસ સેન્ટર ખોલવાના નામ પર તેમની પાસેથી અઢી કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.સેન્ટર ખોલવા માટે કંપની દ્વારા સામાન મોકલવામાં આવ્યો હતો. આ બાદ સેન્ટરનું ઉદ્ઘાટન શિલ્પા શેટ્ટી કરશે અથવા કોઈ સેલેબ્રિટી દ્વારા કરવામાં આવશે પણ કોઈ નહોતું આવ્યું.

બનાવટી દસ્તાવેજોના આધારે કંપની ઉભી કરી

વિભૂતિ ડિવિઝનના એસીપી અનૂપ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ નોંધાયેલા કેસની વેબ પોસ્ટ ઇન્ચાર્જ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ પહેલાથી જ તેજ કરવામાં આવી છે. જેમાં પીડિતા દ્વારા પોલીસને પુરાવા પણ આપવામાં આવ્યા છે. આમાં જોવામાં આવ્યું છે કે બનાવટી દસ્તાવેજોના આધારે કંપની ખોલવાની વાત પણ કરવામાં આવી છે, જેમાં નકલી દસ્તાવેજો તૈયાર કરવાના વિભાગોમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,499 કેસો નોંધાયા

હાઈ પ્રોફાઈલ કેસ

એસીપી વિભૂતિખંડનું કહેવું છે કે ચીનહાટના બીબીડી ચોકીના ઇન્ચાર્જ દ્વારા વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાંથી ખસેડીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, આ કેસની હાઇ પ્રોફાઇલને કારણે, આ કેસની દેખરેખ DCP પૂર્વ સંજીવ સુમન પોતે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે એક ટીમ પણ મુંબઈ મોકલવામાં આવી છે. મુંબઈ પહોંચેલી ટીમ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને નોટિસ આપશે અને તેનું નિવેદન પણ રેકોર્ડ કરશે. આ પછી જ આ ટીમ સોમવાર સાંજ સુધીમાં લખનઉ જવા રવાના થશે.

Last Updated : Aug 9, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.