કાઠમંડુ (નેપાળ): નેપાળના બાગમતી પ્રાંતમાં બુધવારે એક પેસેન્જર બસ મુખ્ય ધોરીમાર્ગ પરથી લપસીને નદીમાં પડી ગઈ હતી. જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાઠમંડુથી રમણીય શહેર પોખરા તરફ જતી બસ પ્રાંતના ધાડિંગ જિલ્લામાં ચાલીસે ખાતે ત્રિશુલી નદીમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
બચાવ કામગીરી ચાલુ: ધાડિંગના નાયબ પોલીસ અધિક્ષક સંતુલાલ પ્રસાદ જયસ્વારે જણાવ્યું હતું કે, 'અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી શકે છે. બચાવ કામગીરી ચાલુ છે." અહેવાલ માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી: પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી. ભારે વરસાદના કારણે નદીમાં પાણી ભરાયા હતા. બચાવકર્તાઓએ દુર્ભાગ્યપૂર્ણ બસના કાટમાળમાંથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. હજી ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
રોડની ખરાબ સ્થિતિ: ચોમાસાની ઋતુમાં સતત વરસાદને કારણે નદીમાં પાણી ભરાઈ ગયું હતું. મોટાભાગે પર્વતોથી ઢંકાયેલા નેપાળમાં હાઇવે અકસ્માતો માટે મોટે ભાગે ખરાબ જાળવણીવાળા વાહનો અને રસ્તાઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. જેના કારણે નેપાળમાં ભયાનક બસ દુર્ઘટના સર્જાતા આઠ લોકોના મોત થયા હતા. 15 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(PTI)