ETV Bharat / bharat

Karnataka Accident: ચિત્રદુર્ગમાં એમ્બ્યુલન્સ રોડ કિનારે પાર્ક કરેલી લૉરી સાથે અથડાઈ, ત્રણના મોત - એમ્બ્યુલન્સના આગળના ભાગને નુકસાન

ચિત્રદુર્ગમાં એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Karnataka Accident
Karnataka Accident
author img

By

Published : Jun 8, 2023, 3:27 PM IST

કર્ણાટક: ચિત્રદુર્ગ જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે-4 પર એક એમ્બ્યુલન્સ પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. સામે આવેલી માહિતી પ્રમાણે તમિલનાડુના તિરુનેલવેલીના એક વ્યક્તિનું ગુજરાતના અમદાવાદમાં મોત થયું છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં અમદાવાદથી તિરુનાલવેલી લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

તમિલનાડુના એક વ્યક્તિનું અમદાવાદમાં મૃત્યુઃ તમિલનાડુના તિરુનેલવેલીના એક વ્યક્તિનું ગુજરાતના અમદાવાદમાં મૃત્યુ થયું છે. તેમના મૃતદેહને અમદાવાદથી એમ્બ્યુલન્સમાં તિરુનાલવેલી લઈ જવામાં આવી રહ્યો હતો. પૂણે-બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-4 પર ચિત્રદુર્ગના મલ્લપુર નજીક વહેલી સવારે એમ્બ્યુલન્સ રસ્તાના કિનારે પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્તો થયા હોવાનું સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સના આગળના ભાગને નુકસાન: અથડામણમાં એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સમાચાર મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે ઘાયલોને ચિત્રદુર્ગ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી: મૃતકોની ઓળખ કનકમણિ (72), આકાશ (17) અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે થઈ છે. અગાઉ જાણવા મળ્યું હતું કે તે ગુજરાતના અમદાવાદથી કર્ણાટક થઈને તામિલનાડુ જઈ રહ્યો હતો, પરંતુ જ્યારે વાહનની નંબર પ્લેટ જોઈ તો જાણવા મળ્યું કે આ એમ્બ્યુલન્સ રાજસ્થાનના બિકાનેરની છે. આ બનાવ અંગે ચિત્રદુર્ગ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Ahmedabad News : અમદાવાદમાં ભારે વાહનોથી થતાં અકસ્માતના કિસ્સામાં 50 ટકા કેસમાં લોકોના મોત
  2. Surat News : સ્માર્ટ સિટીના રસ્તાઓ અકસ્માત માટે કારણભૂત, સ્થાનિકોએ ડાળકીઓ મુકી ચેતવણી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.