- ઓક્સિજન ઓડિટ કમિટીએ સુપ્રીમ કોર્ટને સોંપ્યો રિપોર્ટ
- કમિટીએ દિલ્હીમાં ઓક્સિજનની અછતને લઈને સોંપ્યો રિપોર્ટ
- કમિટીએ સોંપેલા રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા
- ઓક્સિજનની અછતના કારણે દિલ્હી સરકાર ઘેરાઈ
- દિલ્હી સરકારે જરૂરિયાતથી વધારે માગ્યો હતો ઓક્સિજન
- 300 મેટ્રિક ટનની જરૂરિયાતની સામે 1,200 મેટ્રિક ટન માગ્યો હતો ઓક્સિજન
- દિલ્હીની માગના કારણે 12 રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ
નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર (The second wave of the corona) દરમિયાન દિલ્હીમાં ઓક્સિજનની અછત (Lack of oxygen) અંગે ઓક્સિજન ઓડિટ કમિટી (Oxygen Audit Committee)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાની બીજી લહેર (The second wave of the corona) દરમિયાન પોતાની જરૂરિયાતથી 4 ગણો વધારે ઓક્સિજનની માગ (Demand for oxygen) કરી હતી, જે અંતર્ગત અન્ય રાજ્યોને ઓક્સિજનની અછત (Lack of oxygenનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે કેટલીક જગ્યાઓ પર અછતના આંકડાઓને લઈને પણ કમિટીએ ચૂકની વાત કરી છે.
આ પણ વાંચો- DCGIએ 1 વર્ષ પહેલા ચેતવ્યા છતાં સરકાર ન માની એટલે કોરોનાની આ સ્થિતિ સર્જાઈઃ કોંગ્રેસ
કમિટીએ એક્યુરેટ ઓક્સિજન રિક્વાયરમેન્ટ (Accurate Oxygen Requirement) માટે એક ફોર્મ્યૂલા તૈયાર કરી
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કમિટીએ એક્યુરેટ ઓક્સિજન રિક્વાયરમેન્ટ (Accurate Oxygen Requirement) માટે એક ફોર્મ્યૂલા તૈયાર કરી હતી અને તેને લગભગ 260 હોસ્પિટલ્સમાં મોકલ્યા હતા. આ ફોર્મ્યુલા અંતર્ગત 183 હોસ્પિટલ કે જેમાં તમામ મોટી હોસ્પિટલ સામેલ છે. આ ડેટા અનુસાર, લિક્વિફાઈડ મેડિકલ ઓક્સિજન (Liquefied Medical Oxygen)ની અછતના મામલામાં આ 183 હોસ્પિટલના આંકડા 1,140 મેટ્રિક ટન આપવામાં આવ્યો હતો, પરંતુ સાચે હોસ્પિટલમાં મળેલી જાણકારીમાં આ માત્ર 209 મેટ્રિક ટન છે.
આ પણ વાંચો- વડોદરામાં ઓક્સિજન અછત મામલે SSG હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે પત્રકારો સાથે કરી વાતચીત
દિલ્હી સરકારે સાચી માગથી 4 ગણો ઓક્સિજન માગ્યો
આ આંકડા અંગે કહ્યું હતું કે, જો અહીં કેન્દ્ર સરકાર (Central Minister) દ્વારા બતાવવામાં આવેલી ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો સાચી જરૂરિયાત 289 મેટ્રિક ટનની હશે જ્યારે જો દિલ્હી સરકારવાળી ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો તે 391 મેટ્રિક સુધી પહોંચી. બંને ફોર્મ્યુલા પછી સાચી માગ જરૂરિયાતથી ખૂબ જ વધારે છે. કમિટીના રિપોર્ટમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર (Delhi Government)ની નોન આઈસીયુ બેડમાં ઓક્સિજન અછતના ફોર્મ્યુલાને પણ વાતોનો આધાર બનાવવામાં આવ્યો છે. આમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણી હોસ્પિટલ્સે ઓછા બેડ હોવા છતા પોતાની અછત જરૂરિયાતથી ખૂબ જ વધારે દેખાડી છે.