મહારાષ્ટ્ર : મંગળવારે મંત્રીઓ સંદીપન ભૂમરે અને આરજુ ખોતકરે મરાઠા આરક્ષણને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જારંગે પાટિલ સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી. આ દરમિયાન મંત્રીઓએ જારંગેને તેમના ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી હતી. એ જ ક્રમમાં શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાનના સંસ્થાપક પ્રમુખ સંભાજી ભીડે અંતરવાળી ગયા અને મનોજ જારંગેને મળ્યા અને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી છે. ભીડેએ એમ પણ કહ્યું કે હું મધ્યસ્થી કરવા તૈયાર છું.
15 દિવસથી સતત ઉપવાસ પર : બીજી તરફ મરાઠા આરક્ષણને લઈને મુંબઈમાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જારંગે 15 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને તેમની તબિયત સતત બગડી રહી છે. આ અવસરે મંત્રીઓ સંદીપન ભુમરે અને અર્જુન ખોતકરની હાજરીમાં સંભીજી ભીડેએ કહ્યું કે, મરાઠા આરક્ષણ આપવું જોઈએ. ભિડેએ જારંગેને તેમની લડત ચાલુ રાખવા પરંતુ ભૂખ હડતાળ સમાપ્ત કરવા કહ્યું હતું.
આ માંગ સાથે કરાશે ભૂખ હટતાલ સમાપ્ત કરશે : ભીડેએ કહ્યું કે, મરાઠા સમુદાયને આરક્ષણ મળવું જ જોઈએ. તેમજ મનોજ જારંગેને કહેવામાં આવ્યું હતું કે, તે જે માંગશે તે આપવામાં આવશે. તેથી જારંગે તેમની ભૂખ હડતાળ પાછી ખેંચી લેવી જોઈએ. ભીડેએ કહ્યું કે, તમારું વલણ 101 ટકા સાચું છે. જ્યાં સુધી મરાઠા સમાજને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ખતમ નહીં થાય, માટે અમે તમારી સાથે છીએ. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનોના વખાણ પણ થયા હતા.