નવી દિલ્હી: શ્રદ્ધા હત્યા કેસના (Shraddha murder case) આરોપી આફતાબને સાકેત કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપીને દિલ્હી પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત સ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો. આ દરમિયાન મહેરૌલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પણ કોર્ટ રૂમમાં હાજર હતા. પોલીસે કોર્ટને વિનંતી કરી હતી કે, શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસની તપાસ ચાલી રહી છે અને આરોપીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવે. આ પછી સાકેત કોર્ટે આરોપી આફતાબની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે.
આફતાબની થઈ પુછપરછ: અગાઉ, આફતાબ 14 દિવસ માટે તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં (Saket court sent aftab to judicial custody) હતો, જ્યાંથી તેને પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ હજુ પણ આ કેસમાં ડીએનએ અને એફએસએલના તમામ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ કેસમાં આફતાબને પોલીસ દ્વારા કલાકો સુધી પૂછપરછનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ તેનો પોલીગ્રાફ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દરેક વખતે તેણે ધૂર્ત, સંયમિત જવાબો આપ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં પોલીસ તેની પાસેથી કંઈ નવું શોધી શકી નથી. પૂછપરછ દરમિયાન તે હંમેશા શાંત દેખાતો હતો અને તેના ચહેરા પર કરચલીઓ પણ ન હતી.
ગુનો કબૂલ કર્યો નથી: આફતાબ ઉપર મે મહિનામાં દિલ્હીના મહેરૌલીમાં એક એપાર્ટમેન્ટમાં શ્રદ્ધા વાલ્કરની હત્યા (Shraddha murder case) કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ તેણે શ્રધ્ધાના 35 ટુકડા કરી દીધા અને તેને શહેરના ઘણા વિસ્તારોમાં ફેંકી દીધા. આફતાબના વકીલનું કહેવું છે કે, તેણે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો નથી. નાર્કો-એનાલિસિસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ આફતાબનું વર્તન શાંત અને સ્થિર હતું.