- રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સોમવારે પહોંચશે ભારત
- ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે કરશે ચર્ચા
- બંને વિદેશ પ્રધાનો દ્વિપક્ષીય સંબંધો પર પણ કરશે ચર્ચા
આ પણ વાંચોઃ વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા
નવી દિલ્હીઃ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સોમવારે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સોમવારે દિલ્હી પહોંચશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધો અને બંને દેશના હિત સાથે જોડાયેલી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ભારત પ્રવાસ દરમિયાન લાવરોવ વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ પણ વાંચોઃ બિડેને એશિયન અમેરિકનો સામેની હિંસાને પહોંચી વળવા માટે પગલા લેવાની જાહેરાત કરી
ભારત અને રશિયા વાર્ષિક શિખર સંમેલનની તૈયારીની પણ સમીક્ષા કરશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, આ પ્રસંગ પર બંને પક્ષ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત ભારત અને રશિયા વાર્ષિક શિખર સંમેલનની તૈયારીની પણ સમીક્ષા કરશે. બાગચીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત બંને પક્ષ એકબીજાના હિત સાથે જોડાયેલી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન એસ-400 મિસાઈલ પ્રણાલીનો મુદ્દો પણ ઉઠશે.