નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની સિરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. BCCIએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI અને T-20માં આરામ આપવામાં આવ્યો છે. જો કે બંને ખેલાડીઓ ટેસ્ટ રમતા જોવા મળશે.
-
Rohit Sharma will be captaining T20i team in South Africa.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
KL Rahul to lead the ODI team against South Africa. (Indian Express). pic.twitter.com/IcyBJpePvU
">Rohit Sharma will be captaining T20i team in South Africa.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023
KL Rahul to lead the ODI team against South Africa. (Indian Express). pic.twitter.com/IcyBJpePvURohit Sharma will be captaining T20i team in South Africa.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023
KL Rahul to lead the ODI team against South Africa. (Indian Express). pic.twitter.com/IcyBJpePvU
ભારતીય ટીમને મળ્યા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન : એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા T-20 મેચ માટે કેપ્ટન બનવા જઈ રહ્યો હતો. પરંતુ BCCIની જાહેરાત બાદ રોહિત શર્મા T-20 મેચ નહીં રમે. આફ્રિકા સામેની ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલને વનડે મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
આ ખેલાડીઓને મળી તક : ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. સંજુ સેમસન અને રજત પાટીદારને પણ ODI માટે ટીમમાં પસંદ કરવામાં આવશે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ વનડેમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે મોહમ્મદ શમીનું રમવું તેની ઈજા પર નિર્ભર છે. BCCI અનુસાર, જો શમી સ્વસ્થ થઈ જશે તો તે ટેસ્ટ મેચ રમશે.
-
Sanju Samson selected for the ODIs against South Africa. (Revsportz). pic.twitter.com/fwGwNmxsxf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sanju Samson selected for the ODIs against South Africa. (Revsportz). pic.twitter.com/fwGwNmxsxf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023Sanju Samson selected for the ODIs against South Africa. (Revsportz). pic.twitter.com/fwGwNmxsxf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2023
આ ખેલાડીઓને વાઇસ કેપ્ટન બનાવાયા : જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને વનડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજ વનડે અને ટેસ્ટ બંને ટીમનો ભાગ છે.
- ભારત અને દક્ષિણ આફ્રિકા ટુરનું શેડ્યૂલ :
- T20 શેડ્યૂલ
તારીખ | સમય | સ્થળ |
10 ડિસેમ્બર | રાત્રે 9:30 | કિંગ્સમીડ, ડરબન |
12 ડિસેમ્બર | રાત્રે 9:30 | સેંટ જોર્જ પાર્ક |
14 ડિસેમ્બર | રાત્રે 9:30 | ન્યૂ વાંડરર્સ સ્ટેડિયમ, જોહાન્સબર્ગ |
- વનડે શેડ્યૂલ
તારીખ | સમય | સ્થળ |
17મી ડિસેમ્બર | 1:30 PM | ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ, જોહાનિસબર્ગ |
19મી ડિસેમ્બર | સાંજે 4:30 કલાકે | સેન્ટ જ્યોર્જ પાર્ક, Gkebarha |
21મી ડિસેમ્બર | સાંજે 4:30 કલાકે | બોલેન્ડ પાર્ક, પાર્લ |
- ટેસ્ટ શેડ્યૂલ
તારીખ | સમય | સ્થળ |
26-30 ડિસેમ્બર | 1:30 વાગ્યે | સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન |
3-7 જાન્યુઆરી | બપોરે 2:00 કલાકે | ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન |