નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani Target Congress) કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ગોવામાં બાર (Smriti Irani Daughters Bar) ચલાવવા અંગે કોંગ્રેસના નિવેદન પર પલટવાર કરતા તેમણે કહ્યું કે હું કોર્ટમાં જોઈશ. કોંગ્રેસના પ્રવકતાએ પત્રકાર પરિષદમાં હાસ્ય સાથે દીકરી પર આક્રમણ કર્યું છે. હવે જે છોકરી રાજકારણમાં છે જ નહીં એના પર આક્રમણ કરાયું છે. કોંગ્રેસ પ્રવક્તાનો આરોપ છે કે, મારી દીકરી એક ગેરકાયદેસર બાર ચલાવે છે. હું પવન ખેડાને કહેવા માંગુ છું કે, મારી દીકરી કૉલેજમાં અભ્યાસ કરે છે, કોઈ બાર નથી ચલાવતી.
આ પણ વાંચોઃ Rainfall forecast in Gujarat: રાજ્યમાં મેઘરાજા ફરી ધમાકેદાર કરશે એન્ટ્રી, આટલા વિસ્તારનો વારો
યુવતીની ગરીમાં લજવીઃ સ્મૃતિએ કહ્યું કે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં બે આધેડ વયના માણસોએ 18 વર્ષની છોકરીના સન્માનને કલંકિત કરવાની હિંમત કરી હતી. તેમની ભૂલ એ છે કે તેમની માતા રાહુલ ગાંધી સામે 2014, 2019માં અમેઠીમાંથી ચૂંટણી લડી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના રૂપિયા 5000 કરોડની લૂંટ પર પત્રકાર પરિષદ યોજી હતી.
-
LIVE: Congress Party Briefing by Shri @Jairam_Ramesh and Shri @Pawankhera at AICC HQ.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो https://t.co/MWzZSJRbaj
— Congress (@INCIndia) July 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: Congress Party Briefing by Shri @Jairam_Ramesh and Shri @Pawankhera at AICC HQ.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो https://t.co/MWzZSJRbaj
— Congress (@INCIndia) July 23, 2022LIVE: Congress Party Briefing by Shri @Jairam_Ramesh and Shri @Pawankhera at AICC HQ.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो https://t.co/MWzZSJRbaj
— Congress (@INCIndia) July 23, 2022
આ પણ વાંચોઃ ગ્લેમર ગર્લ અર્પિતા અને બંગાળના પ્રધાન પાર્થ ચેટર્જી ED ના સંકજામાં, આ મોટા કૌભાંડની આશંકા
-
An 18-year-old child, a college student... her character was assassinated by Congressmen at party headquarters. Her fault is that her mother fought Lok Sabha elections against Rahul Gandhi from Amethi in 2014 & 2019: Union Min Smiti Irani denies her daughter runs an illegal bar pic.twitter.com/rFOsP6cGyZ
— ANI (@ANI) July 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">An 18-year-old child, a college student... her character was assassinated by Congressmen at party headquarters. Her fault is that her mother fought Lok Sabha elections against Rahul Gandhi from Amethi in 2014 & 2019: Union Min Smiti Irani denies her daughter runs an illegal bar pic.twitter.com/rFOsP6cGyZ
— ANI (@ANI) July 23, 2022An 18-year-old child, a college student... her character was assassinated by Congressmen at party headquarters. Her fault is that her mother fought Lok Sabha elections against Rahul Gandhi from Amethi in 2014 & 2019: Union Min Smiti Irani denies her daughter runs an illegal bar pic.twitter.com/rFOsP6cGyZ
— ANI (@ANI) July 23, 2022
કોંગ્રેસનો આરોપઃ વાસ્તવમાં કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવી રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાનને બરતરફ કરવા વિનંતી કરી હતી. આ આરોપોને સ્મૃતિ ઈરાનીની પુત્રી તરફથી ફગાવી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાનની પુત્રીના વકીલ કિરાત નાગરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ 'સિલી સોલ્સ' નામની રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા નથી. તેનું સંચાલન પણ કરતા નથી અને તેમને કોઈપણ ઓથોરિટી તરફથી કોઈ 'કારણ બતાવો નોટિસ' મળી નથી.