- ચમોલી દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
- દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા
- 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 11માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા છે.
સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ
જોશીમઠથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તપોવન ટનલની અંદર પાણી લિકેજ થતાં બચાવ કામગીરી બંધ કરવી પડી છે. હાલમાં એજન્સીઓ પમ્પિંગ મશીન દ્વારા ટનલમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત છે. SDRFના જણાવ્યા અનુસાર, ટનલમાંથી પાણી કાઢ્યા બાદ ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 58 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.